એક બાજુ રાજ્ય સરકાર બાળકો ના અભ્યાસ માટે લાખો રૂપિયાની જાહેરાત કરે છે. ત્યારે ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની બંને આંગણવાડી આશરે બે વર્ષ થી બંધ છે. ગામ ના 70 જેટલા બાળકો અત્યારે ભાડા ના મકાન ની અંદર અભ્યાસ કરી રહ્યા છે. બે વર્ષ થી સતત કોરોના લોક ડાઉન ના કારણે બાળકો ના અભ્યાસ પર અનેક પ્રકારની તકલીફો ઉભી થઇ છે. ગામ ની આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળા, ની આસ પાસ ગંદકી જોવા મળી રહી છે. ગંદકી ના કારણે બાળકો ને ગંભીર બીમારી નો ભય થઈ રહ્યો છે. આવા એનેક પ્રકાર ના પ્રશ્નો સ્થાનિક લોકો દ્વારા થઈ રહ્યા છે. બાળકો ના ભવિષ્ય માટે તંત્ર ક્યારે જાગ છે. વહેલી તકે ગંદકી દૂર કરવા માં આવે. અને આંગણવાડી કેન્દ્રો નુ કામ શરુ કરવા માં આવે એવી માંગ ગામ લોકો કરી રહ્યા છે.
અહેવાલ- પરાગ સંગતાણી, ઉના