મને બાવન વર્ષે બહેન મળી : આટકોટ પોલીસે પકડેલા ગાંજાના આરોપીઓને મહિલા પોલીસે રાખડી બાંધી

0
505

આટકોટ, : ‘મને બાવન વર્ષે બેન મળી’ આ શબ્દો હતાં. આટકોટ પોલીસ સ્ટેશનમાં ગાંજાના ગુનામાં લોકપમાં રહેલા સાધુ હંસનાથ ગુરૂ ભુતનાથ બાપુના.

ગઇકાલે પવિત્ર રક્ષા બંધનનો તહેવાર હતો ત્યારે જ બે દિવસથી ગાંજાના કલમ હેઠળના ગુનામાં ધરપકડ કરાયેલા સાધુ હંસનાથબાપુ ગુરૂ ભુતનાથ બાપુ અને કરમાળ કોટડાના દુર્લભજી નાનજીભાઇ બેરાણી બંનેની આટકોટ પોલીસે ધરપકડ કરી લોકઅપમાં પૂર્યા છે.

બંને આરોપીમાંથી દુર્લભજી બેરાણીનો પરિવાર વાળા છે તેમને પણ બહેન છે. જયારે સાધુતો ‘અકેલા રામ’ હોય તેમનો કોઇ પરિવાર નથી.

દુર્લભજીને એમ હતું કે પોતાની બહેન આજે પોલીસ સ્ટેશનમાં રાખડી બાંધવા આવશે, પરંતુ બપોર સુધી કોઇ ન આવતા આટકોટ પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ.ની ફરજ પર રહેલા એ.એસ.આઇ. ધર્મિષ્ઠાબેન માઢકનું મહિલા હૃદયમાંથી બહેનરૂપી ઝરણું વહી ગયું તેમણે રાખડી અને કંકુ ચોખા મંગાી આ બન્ને આરોપીને બહેન બની રાખડી બાંધતા પોલીસ સ્ેશન થોડીવાર માટે ભાવુક દૃશ્યો ઉભા થયા હતાં.

આ વખતે બંને આરોપીની આંખમાંથી ગુનો કર્યાનો પસ્તાવો સાથે કઠપણ હૃદયના પોલીસે પણ પવિત્ર તહેવાર નિમિત્તે રક્ષા બાંધતા પોલીસના પણ બે સ્વરૂપના દર્શન કર્યા હતાં.

પોલીસ સ્ટેશનમાં હંમેશા આરોપીને પોલીસના કડવા અનુભવો થતાં હોય છે ત્યારે ગમે તેવા ચમરબંધીને પણ ન છોડતા ધર્મિષ્ઠાબેને જણાવ્યું હતું કે હું પોલીસ છું કાયદાનું બધાને પાલન કરાવવું મારી પ્રથમ ફરજ છે, પરંતુ લોકઅપમાં રહેલા આરોપીને તેની બહેન રાખડી બાંધવા ન આવે ત્યારે મે એક બહેનની પણ ફરજ બજાવી બંને આરોપીને રાખડી બાંધી એક બહેનની પણ ફરજ પૂરી કરી છે. તેનો મને આનંદ છે.

‘સાધુ હંસનાથબાપુ તો અત્યંત ભાવ-વિભોર થઇ ગયા હતાં. રાખડી બાંધવા સમયે તેમણે કહ્યું હતું કે મને બાવન વર્ષે બહેન મળી છે. ‘

ધર્મિષ્ઠાબેન માઢકના આ કાર્યથી તેમની ખૂબજ સરાહના થઇ રહી છે.

અહેવાલ:- કરશન બામટા ,આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here