સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો દર 50 રૂપિયા કરાતા ચેમ્બર ઓફ કોમર્સની ભાવ ઘટાડવા રજૂઆત​​​​​​​

0
63

પ્લેટફોર્મ ટિકિટના ભાવના વધારાનો સ્થાનિકો પણ વિરોધ કરી રહ્યાં છે(ફાઈલ તસવીર)

  • કોરોનાકાળમાં મુસાફરોના સહાયક માટે એન્ટ્રી બંધ કરાયા બાદ ટિકિટના દરમાં વધારો

કોરોના સંક્રમણને લઈને રેલવે સ્ટેશન પર મુસાફરો સિવાયના લોકોની ભીડને ટાળવા માટે પ્લેટફોર્મ ટિકિટ બંધ કરી દેવામાં આવી હતી. જે શરૂ કરવામાં આવી છે. જો કે, સુરત જેવા રેલવે સ્ટેશન પર મુસાફરોના સહાયક માટેની પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયા કરી દેવામાં આવી છે. જેથી કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષના હોમ ટાઉન સુરતમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માગ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે.

નિર્ણયથી રાહત પણ ભાવ વધારાનો વિરોધ
કોરોનાના લીધે પ્લેટફોર્મ ઉપર વધુ ભીડ ના થાય અને જેને ખરેખર જરૂર હોય એ જ લોકો પેસેન્જરને પ્લેટફોર્મ ઉપર મૂકવા જાય એ માટે આ ભાવ વધારો રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ નિર્ણયથી ખરેખર જે યાત્રીને સહાયક ની જરૂર છે, ( સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો, વિકલાંગો, બીમાર વ્યક્તિ) તે જ યાત્રી પોતાની સાથે સહાયકને પ્લેટફોર્મ ટિકિટ ખરીદી મૂકવા બોલાવી શકશે.આજે મુંબઈથી સિનિયર ડી સી એમ એ રાકેશ શાહ ને આ જાણકારી આપી હતી, ત્યારબાદ કંટ્રોલથી સુરત અને બધા સ્ટેશનો ઉપર મેસેજ કરવામાં આવ્યા હતા.

ભાવ ઘટાડવા માગ
દિનેશભાઈ નવડીયા (ચેમ્બર પ્રમુખ) એ જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ ટિકિટનો આ ભાવ વધારો કોઈ પણ સંજોગોમાં નહિ ચલાવાય, અમદાવાદ વડોદરા સહિત બીજા સ્ટેશનો ઉપર 30 રૂપિયા છે તો સુરતમાં કેમ 50 રૂપિયા રાખવામાં આવ્યા એ એક પ્રશ્ન છે. આ બાબતે રાકેશ શાહે તરત જ DRM ને રજૂઆત કરી આ ભાવ તાત્કાલિક ઘટાડવા માગણી કરી હોવાનું કહેવામાં આવ્યું છે.

ભાવ વધારાનો વિરોધ
સંજય જૈન (સુરત રેલવે સ્ટેશન સિટીઝન ડેવલોપમેન્ટ ફોરમ) એ જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ ટિકિટના 50 રૂપિયાનો ભાવ કોઈ પણ સંજોગોમાં સાંખી નહિ લેવાય, સુરત માં સુવિધાઓના નામે મીંડું છે. દરેક રીતે સુરત રેલવે સ્ટેશન પર લૂંટાવા સિવાય કોઈ કામ નથી. સુરત રેલવે સ્ટેશન પહેલા માળે આવેલું હોવાથી કુલીઓ લૂંટે, રેલવે રિઝર્વેશનમાં તો જગ જાહેર છે, કેવી રીતે લૂંટાય છે સુરત એ દેખાય રહ્યું છે.અમદાવાદ અને વડોદરાના રેલવે સ્ટેશનમાં કાર, રિક્ષામાં થી પેસેન્જરને ડ્રોપ માટે અંદર સુધી લઈ જઈ શકાય છે. સુરતમાં હવે કમ્પાઉન્ડની બહાર ઉતારી દે, એટલે કુલીઓને જલસા ઉપરથી વરસાદમાં ભીના થઈને જવાનું,સુરત રેલવે સ્ટેશન સિટીઝન ડેવલોપમેન્ટ ફોરમ પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારાનો સખત વિરોધ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here