વડોદરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે કિશોર ડૂબ્યા, એક બાળકનું મોત, એક બાળકનો બચાવ

0
63

અંકોડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા માટે પડેલા બે કિશોર ડૂબ્યા હતા

  • બાળકોએ બચાવો..બચાવો..ની બુમરાણ મચાવતા પસાર થઇ રહેલા લોકોએ એક બાળકને બચાવી લીધો

વડોદરા શહેર નજીક અંકોડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા માટે પડેલા બે કિશોર ડૂબ્યા હતા. જે પૈકી એક બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાળકનો આબાદ બચાવ થયો હતો. ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક બાળક લાપતા થઇ જતા શોધખોળ શરૂ કરી
વડોદરા પાસે અંકોડિયા ગામ નજીક રહેતા બે બાળકો શીવુ ભાવેશભાઇ નાઇ(ઉં.13) અને ચાર્લ્સ વિશાલભાઇ ક્રિશ્ચિયન(ઉં.14) ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. દરમિયાન કેનાલના વહેતા પાણીમાં તે ડૂબી ગયા હતા. બાળકોએ બચાવો..બચાવો..ની બુમરાણ મચાવતા તે સમયે પસાર થઇ રહેલા પ્રવિણભાઇ પ્રજાપતિ કેનાલ પાસે પહોંચી ગયા હતા અને એક મહિલાની મદદથી ડૂબી રહેલા બંને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ 13 વર્ષના શિવુ નાઇને બાળકને બચાવી શક્યા હતા. જ્યારે બીજો બાળક ચાર્લ્સ ક્રિશ્ચિયન પાણીમાં લાપતા થઇ જતાં તેની શોધખોળ કરી હતી.

બે બાળક પૈકી એક બાળકનું કરૂણ મોત નીપજ્યું

બે બાળક પૈકી એક બાળકનું કરૂણ મોત નીપજ્યું

ફાયરબ્રિગેડે બાળકની લાશ બહાર કાઢી
લાપતા બાળક મળી ન આવતા આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ટીપી-13 ફાયરબ્રિગેડના લાશ્કરો બનાવની જાણ થતાં તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને કેનાલમાં લાપતા થયેલા બાળકની લાશ શોધી પોલીસને સોંપી હતી.

કિશોરો ડૂબતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા

કિશોરો ડૂબતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા

કેનાલમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ નર્મદા કેનાલ મોતની કેનાલ બની રહી છે. આ કેનાલમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે કેનાલમાં ન્હાવા પડેલા 14 વર્ષના કિશોરો ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતા પ્રવીણ પ્રજાપતિ નામના યુવાને બાળકોને ડૂબતા જોઈ મહિલાની મદદથી ડૂબી રહેલા બે બાળકો પૈકી એક બાળકને બચાવી બહાર કાઢ્યો હતો અને બચાવી લેવાયેલા બાળકને 108 એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર અર્થે દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં શિવુ નાઇની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

બાળકોએ બચાવો..બચાવો..ની બુમરાણ મચાવતા પસાર થઇ રહેલા લોકોએ એક બાળકને બચાવી લીધો

બાળકોએ બચાવો..બચાવો..ની બુમરાણ મચાવતા પસાર થઇ રહેલા લોકોએ એક બાળકને બચાવી લીધો

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
કિશોરના મોતને પગલે અંકોડિયા પંથકમાં ગમગીની ફેલાવી દીધી હતી. આ બનાવ અંગે પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફાયરબ્રિગેડે કેનાલમાં લાપતા થયેલા બાળકની લાશ શોધીને પોલીસને સોંપી

ફાયરબ્રિગેડે કેનાલમાં લાપતા થયેલા બાળકની લાશ શોધીને પોલીસને સોંપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here