સુરેન્દ્રનગરના ધમરાસળા ગામેથી બાઇક ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો

0
222

સુરેન્દ્રનગરના ધમરાસળા ગામેથી બાઇક ચોરીમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં થયેલ બાઈકચોરી સહિત ચોરીના આરોપીઓને ઝડપી પાડવાની સુચનાઓ અન્વયે લીંબડી ડીવાયએસપી ડી.બી.બસીયા, સર્કલ પીઆઈ આર.ડી.પરમાર તથા ધજાળા પીએસઆઈ એચ.એલ.ઠાકર સહિતના સ્ટાફે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું.

જેમાં ધમરાસળા ગામે વાહનચોરીના ગુન્હા અંગે બાતમીના આધારે આરોપી જશમતભાઈ ઉર્ફે ધેલો વશરામભાઈ ધલવાણીયા રહે.ધમરાસળા તા.સાયલાવાળો છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ બાઈક લઈને ફરતો હોવાની હકિકતના આધારે પોતે વાડીએ હોવાની જાણકારીને ધ્યાને લઈ રેઈડ કરી હતી અને આરોપી જશમતભાઈને ચોરીના ૬ બાઈક કિંમત રૂા.૧,૨૫,૦૦૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો અને વધુ પુછપરછ દરમ્યાન ચોટીલાના જલારામ મંદિર પાસે, પાળીયાદ રોડ પર બસ સ્ટેન્ડ પાસે, સાયલાના વણકી ગામેથી, ધમરાસળા ગામેથી, સોનપરી ગામેથી અને ધમરાસળા ગામની વાડી સહિત અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here