પાલીતાણા: બનાવટી ચલણી નોટના ગુનામાં બે દાયકાથી ફરાર શખ્સ ઝડપાયો

0
255

પાલીતાણા  પો.ઇન્સ  એન. એમ.ચૌધરીની સુચના અને માર્ગ દર્શન મુજબ પાલીતાણા ટાઉન પોસ્ટે.ના ડી સ્ટાફના માણસો ટાઉન વીસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા ખાનગી રાહે બાતમી હકીકત મલેલ કે, પાલીતાણા રૂલર પોલીસ સ્ટેશન બનાવટી ચલણી નોટના ગુન્હાના કામે નાસ્તો ફરતો આરોપી ભોળા કાળુ  પટેલ (બહારપરા લુહારવાડી સામે પાલીતાણા)વાળો હાલ બહારપરા લુહાર વાડી સામે રોડ ઉપર ઉભેલ છે અને મજકુરે શરીરે સફેદ કલરનો આખી બાયનો શર્ટ પહેરેલ છે જેથી તુરત જ બાતમી વાળી જગ્યાએ આવતા ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ જોવામા આવતા મજકુરને પકડી લઇ નામઠામ પુછતા પોતાનુ નામ ભોળા કાળુ વાઘાણી જણાવેલ મજકુરને પાલીતાણા રૂલર પોલીસ સ્ટેશન ફસ્ટ ચલણી નોટના ગુન્હાના કામે નજર કેદ કરી પોલીસને બનાવટી ચલણી નોટો તથા છેતરપીન્ડીના ગુન્હામાં છેલ્લા વીસ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પાડવામા સફળતા મળેલ છે.

આ કાર્યવાહીમા પો.ઈન્સ એન.એમ.ચૌધરી  તથા ડી સ્ટાફના પો.હેડ.કોન્સ બી.બી.ચૌહાણ તથા પો.કોન્સ વીજયસિંહ ગોહીલ તથા પો.કોન્સ યશપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ હરેશભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ જીગ્નેશભાઈ મારૂ વિગેરે કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here