અરવલ્લીઃધનસુરા પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ,ગ્રામ્ય વિસ્તારના લોકોની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ….

0
355

ધનસુરાની શિકા ચોકડીથી હિંમતનગર રોડ પર આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ગુન્હાખોરીને ડામવા તેમજ વિસ્તારના લોકોની જાન માલની સુરક્ષા માટે નવી શિણોલ ત્રણ રસ્તા પર આઉટ પોસ્ટ પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી…….

અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતાં ધનસુરા – હિંમતનગર સ્ટેટ હાઈવે પર આવેલા નવી શિણોલ,જૂની શિણોલ, આમોદરા જેવા નાના મોટા અનેક ગામડાં આવેલાં છે, અને લગભગ સાત હજાર લોકોની વસ્તી ધરાવતો આ વિસ્તાર છે, અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં ભાગ્યેજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે અને પોલીસની નબળી કામગીરીના કારણે વિસ્તારમાં કાયદો વ્યવસ્થા કથળી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હિંમતનગર રોડ પર આવેલો આંતરિયાળ વિસ્તાર હોવાથી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે અને વિસ્તારમાં દારૂની બદીનું પ્રમાણ વધ્યું છે, જેથી વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ વધી ગયો છે અને દારૂની બદીના કારણે ઘરેલુ હિંસાઓનું પ્રમાણ પણ વધ્યું છે, તેમજ નાની મોટી ચોરીઓની ઘટનાઓમાં પણ વધારો થયો છે, જેને લઇને તે વિસ્તારના લોકોની જાન માલની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે…..

વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ, નજીકનું પોલીસ મથક લગભગ ૧૪ કિમી. દૂર હોવાથી વિસ્તારમાં કોઈ નાની મોટી અપરાધની કે અકસ્માતની ઘટના બને છે તો કલાકો સુધી પોલીસ ઘટનાસ્થળે પહોચતી નથી, જેથી તે વિસ્તારના લોકોની માંગણી છેકે, નવી શિણોલ પ્રાથમિક શાળા પાસે આવેલા ત્રણરસ્તા પર પોલીસ આઉટ પોસ્ટ ચોકી કાર્યરત કરવામાં આવે….

વિસ્તારમાં એવી લોકચર્ચાએ પણ જોર પકડ્યું છે કે, ધનસુરા પોલીસ મથકના કર્મચારીઓ ધનસુરા – મોડાસા રોડ પર ચેકીંગના બહાને વાહન ચાલકો પાસેથી કટકી કરવામાં વ્યસ્ત રહે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કટકી કરવા મળતી નથી માટે ગ્રામ્ય વિસ્તારમાં ફરકતા પણ નથી….

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી