હળવદના રાણેકપરમાં ચોરી કરવા આવેલા બે ઝડપાયા

0
269
વાડીએ મકાનમાં હાથફેરો કરી રહ્યા હતા ત્યારે ખેડૂત આવી જતા એક ભાગી ગયો, બે તસ્કર પોલીસ હવાલે

હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલ વાડીએ આજે કોઈ અજાણ્યા ત્રણ શખ્શો ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા જેમાં આ ત્રણેય શખ્સો વાડી માં રહેલ મકાનમાં હાથફેરો કરી રહ્યા હતા ત્યાં ખેડૂત આવી જતા એક ભાગી ગયો હતો જ્યારે એક મહિલા અને પુરુષ ને ખેડૂતે ઝડપી લીધા હતા બનાવને પગલે આજુબાજુના ખેડૂતો તેમજ રાણેકપર ગામ માંથી મોટી સંખ્યામાં લોકો વાડી ખાતે દોડી આવ્યા હતા બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

બનાવની લોકો પાસેથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલ મશરૂભાઈ ભરવાડ ની વાડીએ આજે કોઈ ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને વાડીમાં રહેલ મકાનમાં હાથફેરો કરી રહ્યા હતા તે વેળાએ વાડીમાં કામ કરતા ખેડૂત આવી જતા એક નાસી છુટ્યો હતો જ્યારે એક મહિલા અને પુરુષ ને મકાનનો દરવાજો બંધ કરી દય ઝડપી લીધા હતા.

બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોના ટોળા વાડી ખાતે ઉમટી પડ્યા હતા જોકે આ બનાવની જાણ હળવદ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આ મહિલા અને પુરુષ ને હળવદ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા જોકે સાચી હકીકત તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here