અમદાવાદ એરપોર્ટ પર વધતી બર્ડ હીટની ઘટના માટે રનવેની બાજુમાં રહેલુ ઘાસ જ જવાબદાર, રિસર્ચમાં થયો ખુલાસો

0
90

એરપોર્ટની ફાઈલ તસવીર

  • અમદાવાદ એરપોર્ટ પર સલીમ અલી સેન્ટર ઓર્નીથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી દ્વારા સ્ટડી
  • એરપોર્ટના 10 કિમીના વિસ્તારમાં 76 પ્રજાતીના પક્ષીઓ મળી આવ્યા
  • રનવેની આજુબાજુમાં મોટા ઘાસમાં રહેલી જીવાંતો ખાવો પક્ષીઓ વધુ આવે છે

અમદાવાદનાં સરદાર પટેલ એરપોર્ટ પર અવારનવાર બર્ડ હિટની ઘટના ઘટતી હોય છે. જેમાં છેલ્લા ઘણા સમયથી આ બર્ડ હિટની ઘટનાના કારણે પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં. પરંતુ સવાલ એ થાય છે કે શા માટે અમદાવાદ એરપોર્ટ પર જ બર્ડહિટની સમસ્યાઓ વધારે છે. તેની પાછળ અનેક તારણો છે જેમાં સલીમ અલી સેન્ટર ઓર્નીથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રીએ અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની સમસ્યાને લઈને સ્ટડી કર્યું છે. જેમાં તેઓ આ બર્ડ હિટની સમસ્યાને લઈને એરપોર્ટના તમામ પાસાને ઘ્યાનમાં લઈને સ્ટડી રિપોર્ટ કર્યો હતો. જેમાં 6 જેટલા મુખ્ય બર્ડ હિટ માટે જવાબદાર તારણો શોધી કાઢ્યા છે.

રનવેની બાજુના ઘાસમાં જીવાંત ખાવા પક્ષીઓ આવે છે
આ કારણોમાં મુખ્યત્વે એરપોર્ટના રનવેની આજુબાજુના વધારાના ઘાસમાં જીવાણુ વિકસિત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી પક્ષીઓ તે તરફ આકર્ષય છે. સાથે આ નેશનલ સ્ટડી દરમિયાન તેઓ નિરીક્ષણ કર્યું કે સૌથી વધુ પક્ષીઓ આ જીવાણુને ખાવા માટે જ રનવેની આજુબાજુ જોવા મળતા હોય છે. રનવેની આજુબાજુના પટ્ટામાં વધારાનું ઘાસ હોય છે. જેને નિયત સમયે કાપવું જરૂરી છે. નહીં તો ત્યાં વધુ જીવાણુ પેદા થવાની શક્યતા હોય છે. સાથે તેઓ એ પણ નિરીક્ષણ કર્યું કે જીવાણુ રનવેની એરસાઈડમાં પણ વધારે જોવા મળ્યા અને ત્યાં પક્ષીઓની રેગ્યુલર એક્ટિવિટી પણ જોવા મળી હતી. રિપોર્ટ મુજબ એરપોર્ટ અનેક એવી જગ્યા છે ત્યાં આ જીવાણું પેદા થાય છે અને પક્ષીઓને તેમની ઓળખ છે જેથી તે એરપોર્ટથી દુર ક્યાંય જતા નથી.

એરપોર્ટના જૂના પરિસરમાં પક્ષીઓએ માળા બનાવ્યા

એરપોર્ટના જૂના પરિસરમાં પક્ષીઓએ માળા બનાવ્યા

એરપોર્ટ પરિસરમાં જૂના બિલ્ડીંગમાં પક્ષીઓએ માળા બનાવ્યા
એરપોર્ટ પરિસરમાં એવા જૂના બિલ્ડીંગ અને વ્હીકલ પણ છે જે હાલ ઉપયોગમાં નથી. જેથી ત્યાં કબૂતરના માળા પણ વધારે જોવા મળે છે. આ બિલ્ડીંગમાં લોકોની અવરજવર ન હોવાથી તેઓ અહીંયા જ ઈંડા મૂકે છે અને બીજા પક્ષીઓ પેદા થાય છે. આ અભ્યાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે, આવી જગ્યા એ ધ્યાન આપવું જોઇએ. જેથી કબૂતર જેવા પક્ષીઓ માળો બનાવી ને ત્યાં રહી ન જાય. આ માટે એરપોર્ટ દ્વારા આ માળાને દૂર કરવા માટે અને કન્ટ્રોલ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. જેથી પક્ષીઓ એરપોર્ટથી દૂર રહે.

એરપોર્ટ નજીક લોકો પક્ષીઓને ચણ નાખે છે
એરપોર્ટના 10 કિલોમીટરના એરીયામાં લોકો દ્વારા પક્ષીઓને દાણા સાથે ઘણી વસ્તુઓ ચણ નાખે છે. જેથી આ પક્ષીઓ એરપોર્ટથી દુર જતા નથી. લોકો રોડની બહાર, તેમના ઘરના આંગણે એવી અલગ અલગ જગ્યાએ પક્ષીઓને ચણ નાખે છે. આ તમામ લોકેશન એરપોર્ટના 10 kmના રેડિયસમાં આવે છે જેથી આ પક્ષી આ એરીયામાં રહેવા ટેવાઇ ગયા છે. એરપોર્ટમાં 10 kmમાં આ પક્ષીને ચણ નાખવાનું બંધ કરવામાં આવે તો પક્ષીઓ દૂર જઈ શકે છે. 1000 અલગ અલગ જાતના પક્ષીઓને લોકો એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં દરરોજ ખવડાવે છે.

એરપોર્ટના સોલિડ વેસ્ટનો પરિસરમાં જ નિકાલ
એરપોર્ટના સોલિડ વેસ્ટનો નિકાલ એરપોર્ટની પેરીફેરીમાં થતો હોવાથી પક્ષીઓ ત્યાં પણ આંટા મારે છે. એરપોર્ટના કચરામાં તેઓ ખાવાની વસ્તુઓની શોધમાં ત્યાં જ ફરતા હોય છે. એરપોર્ટના સોલિડ વેસ્ટનો નિકાલ એરપોર્ટ પરિસરમાં થાય છે, તેને એરપોર્ટથી દૂર લઈ જવામાં આવે તો પક્ષીઓની અવરજવર ત્યાંથી ધીમેધીમે ઘટી જાય. ખાસ કરીને એરપોર્ટના કચરામાં નોનવેજ વેસ્ટ માટે પક્ષીઓ રાહ જોઈ તેની આજુબાજુ ભ્રમણ કરતા હોય છે. જેથી આ મહત્વના પાસાને નકારી ન શકાય.

એરપોર્ટની આસપાસના વિસ્તારમાં લોકો પક્ષીઓને ચણ નાખે છે

એરપોર્ટની આસપાસના વિસ્તારમાં લોકો પક્ષીઓને ચણ નાખે છે

એરપોર્ટ આજુબાજુમાં આવેલી બુચર શોપ પણ જવાબદાર
એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં આવેલી બુચર શોપના કારણે પક્ષીઓ આ વિસ્તારમાં વધુ જોવા મળે છે. બુચર શોપની બહાર તેઓ સતત ફરક્યા કરે છે. સાથે તેઓ એકવાર આવી જગ્યા જોઈ જાય જ્યાં તેમને ખાવાનું મળે પછી તેઓ તેની દૂર જતા નથી. એટલે આ એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં આવેલી બુચર શોપ પણ એરપોર્ટમાં પક્ષીઓની અવરજવર માટે જવાબદાર છે.

નદી નજીક હોવાના કારણે વધુ પક્ષીઓ આકર્ષાય છે
જોકે આ બધામાં સૌથી મહત્વનું પાસું ગણવામાં આવે તો તે છે સાબરમતી નદી. પક્ષીઓને નદી તેમની તરફ આકર્ષે છે. એરપોર્ટની નજીકમાં આ નદી હોવાથી ત્યાં પણ આવતા પક્ષીઓ એરપોર્ટ તરફ વળતા હોય છે. નદીમાં પણ આ પક્ષી જીવાણુની શોધ કરતા હોય છે. સાથે પક્ષીઓનું સામાન્ય રીતે નદી કે તળાવ તરફ વધુ આકર્ષણ હોય છે એટલે આ પણ ખૂબ જ મહત્વ નું પાસું છે.

એરપોર્ટના 10 કિમીના વિસ્કારમાં 76 પ્રજાતીના પક્ષી મળ્યા
જોકે સલીમ અલી સેન્ટર ઓફ ઓર્નીથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રીના સ્ટડીમાં 76 પ્રજાતીના પક્ષીઓ અમદાવાદ એરપોર્ટના 10 કિલોમીટરના રેડિયસમાં હોવાનું સામે આવ્યું છે. આ સ્ટડીમાં તેઓને 16,235 પક્ષીઓ દેખાયા હતા. આ 76માંથી 22 પ્રજાતીના પક્ષીઓ તેમને એરપોર્ટમાં જ જોવા મળ્યા હતા. સાથે 45 પ્રજાતીના પક્ષીઓ એરપોર્ટ કેમ્પસ અને 2 કિલોમીટરના એરપોર્ટની બાજુના એરીયામાં જોવા મળ્યા હતા. આ સ્ટડી દરમિયાન 4 વ્યક્તિ તેમાં જોડાયા હતા. જેમાં તેઓ 0-2, 2-5 અને 5 -10 કિલોમીટરમાં વહેંચાઈને તમામ પાસાની ઝીણવટ પૂર્વક તપાસ કરી હતી. તેઓએ આ સ્ટડી દરમિયાન કેટલાક સૂચનો આપ્યા છે. પી.પ્રમોદ ,પીવી કૃણાકરણ, અનિસ ખાન અને બીનીશ બી દ્વારા કરવામાં આવ્યો હતો. આ સેન્ટર કોઈમ્બતુરમાં છે. તેઓ આ રિપોર્ટ ઓગસ્ટ 2020માં ઓથોરિટી ને સબમિટ કર્યો હતો.

લીમ અલી સેન્ટર ઓર્નીથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રીએ અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની સમસ્યાને લઈને સ્ટડી કર્યું

લીમ અલી સેન્ટર ઓર્નીથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રીએ અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની સમસ્યાને લઈને સ્ટડી કર્યું

કેવી રીતે એરપોર્ટ પર બર્ડ હિટના બનાવ ટાળી શકાય?
જેમાં તેમણે જણાવ્યું છે કે, કબૂતર જેવા પક્ષીઓ માળો ન બાંધે અને તેઓ એરપોર્ટથી દૂર રહે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણે કે આવી બંધ બિલ્ડીંગમાં આ કન્ટ્રોલ નહીં થાય તો મુશ્કેલીઓ વધશે. સાથે એરપોર્ટના 10 કિલોમીટરના વિસ્તારમાં તથા એરપોર્ટમાં પક્ષીઓ ક્યાં છે તેનું ટ્રેકિંગ કરી તેઓને બને તેટલું ઝડપી એરપોર્ટથી દૂર રાખવા જોઈએ. તેઓ આ વિસ્તારમાં રહેવા ટેવાઈ નહીં તે માટેનું ધ્યાન રાખવું જોઈએ. આ સ્ટડી “બર્ડ હઝાર્ડ ઇન સિલેક્ટ ઇન્ડિયન એરફીલ્ડ-સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ” ના નામે કરવામાં આવ્યો છે.

15થી 30 જૂન વચ્ચે એરપોર્ટ પર 6 બર્ડ હીટની ઘટના
નોંધનીય છે કે, આ વર્ષે જ જૂન મહિનામાં 15 જૂનથી લઈને 30 જૂન સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હીટના 6 બનાવ બન્યા છે. જેમાં સૌથી વધુ બર્ડહિટના બનાવ ઇન્ડિગોની ફ્લાઇટ સાથે બન્યા છે. જો કે આ બર્ડહીટની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી. પરંતુ વારંવાર થતી બર્ડહિટની ઘટના રોકવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં આ પ્રકારની ઘટના બની રહી છે. અગાઉ એરપોર્ટ પર શોટ ગન, રિફ્લેક્ટર્સ જેવા પ્રયોગો પક્ષીઓને રનવેથી દૂર રાખવા માટે કરાયા છે.

સૌથી વધુ એરપોર્ટ ની આજુબાજુ જોવા મળતા પક્ષીઓ ની પ્રજાતિ

1 સમડી 2 કબૂતર 3 કાગડો 4 ટિટોંડી 5 બગલો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here