અંબાજી ગબ્બર ગોખ ની પાવન ઐતિહાસિક ધરા પર શ્રી ડુંગરેશ્વવર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્ણ

0
386

અંબાજી ગબ્બર ગોખે આવનાર યાત્રિકો માટે પહાડોની ગિરિમાળાઓમાં કુદરતી સૌંદર્યની અલૌકિક પ્રકૃતિના વચ્ચે શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર સ્થાપિત કરવામાં આવ્યુ છે તેના સાથે પૌરાણિક ગબ્બર ગુરુ ધણી અંબાજી પધારનાર દરેક યાત્રીકોઓ એક વાર દર્શનનો લ્હાવો લેવો જોયે…

શક્તિપીઠ ગબ્બર ગોખ અતિ પાવન ભૂમિ શ્રી ડુંગરેશ્વરી જગત અંબા માં બિરાજમાન હોય તેવી શ્રી અંબાજી ગબ્બર ગોખ ની સામે ના ડુંગર સમીક પાવન ઐતિહાસિક પ્રાચીન ધરા પર અનેક મહાન સંતો મહંતો , સિધ્ધો તપસ્વીઓ જયાં અજર અમર અવતારી ડુંગરપુરીજી મહારાજની અતિપ્રાચીન ચેતના પુણી પર તપ કરી જગ્યાને પાવન કરી આર્શીવાદ આપી બ્રહ્મલોક સિધાવ્યી હાલમાં પણ અનેક પરચા પુરી તેમજ અનેક ભક્તોને એમના તપનો સાક્ષાત્કાર થયેલા છે , તેમજ સંકટ મુક્ત કરી અને જીવન પાવન કરી અનેક મનોકામના પૂર્ણ કરેલ છે , એવી અતિ પ્રાચીના ગબ્બર ગુરુ ધુણીની પવિત્ર ભૂમિ ઉપર વર્તમાન પરમ પૂજ્ય સિધ્ધ તપસ્વી મહાપુરૂષ શંકરપુરીજી મહારાજ ( કાળાબાપજી ) ના પાવન સાનિધ્યમાં ત્રી દિવસીય શ્રી ડુંગરેશ્વર મહાદેવ સહ પરિવાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ સંવત ૨૦૦૦ ના આષાઢ વદ -8 ને સોમવાર , તા . ર૬-૦૭-૨૦૨૧ થી આષાઢ વદ ૫ ને બુધવાર , તા . ર૮-૦૭-૨૦૨૧ ના રોજ ધાર્મિક મહોત્સવ યોજેલા હતા આ ભગીરથ કાર્યમાં સર્વે ધર્મપ્રેમી જનતા જનાર્દન પધારી સંતો મહંતોના આર્શીવાદ લીધા હતા અને અંબાજી ગબ્બરની પુણ્ય ધરા પાવન કરવા પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી

પ્રતિષ્ઠા મોહોત્સવ મા પ્રધારે સંતો મહતો મહંત ચેતનાપુરીજી મહારાજના જડેશ્વર મહાદેવ, દાંતીવાડા, મહંત આશાપુરીજી મહારાજ, ડુંગરપુરા ધુણી મહંત સેમપુરીજી મહારાજ, ખારા વિશ્વાસપુરીજી મહારાજ, ઈસવાની માતાજી, અવાળા ભગવતપુરીજી મહારાજ, ઘોડીયાલા પ્રધારી અંબાજી ગબ્બર ની ધરા ને પાવન કરી હતી મહંતો ના આશીર્વાદ થી ડુંગરેશ્વવર મહાદેવ પરિવાર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો છે.

અહેવાલ- રાહુલ જોશી, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here