આટકોટ રાજયમંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા લોકોમાં હાશકારો થયો છે.
રાજયના પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન પાઠકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેઓ હોમ કોરન્ટાઇન થયા હતાં. કુંવરજીભાઇ બાવળીયાએ પશુપાલન વિભાગને લગતી ચર્ચા વિચારણા માટે ફાલ્ગુનીબેન પાઠક અને અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી.
ત્યાર બાદ ફાલ્ગુનીબેનનો રીપોર્ટ પોઝીટીવ આવતા કુંવરજીભાઇ સહિત સ્ટાફ હોમ કોરન્ટાઇન થયો હતો. આજે પાંચમા દિવસે જસદણ સરકાર હોસ્પિટલ દ્વારા રેપીડ ટેસ્ટ કરાતા કુંવરજીભાઇને કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
અહેવાલ:- કરશન બામટા ,આટકોટ