

ગોંડલના કોલેજ પાસે આવેલ લીલાપીઠ ખાતે સેવાસેતુ અંતર્ગત પશુરોગ દવા સારવાર નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું શ્રી રામગર બાપુ ગૌ સેવા ટ્રસ્ટ ગોંડલ દ્વારા આજરોજ તારીખ 2 ઓગસ્ટના યોજાયેલ આ પશુ ચિકિત્સા કેમ્પમાં વેટરનરી સર્જન કેતનભાઈ સાવલીયા સહિતના 10 ડોક્ટરોની ટીમ સાથે ગૌશાળાના ટ્રસ્ટીઓ ડો.બી.પી.નિર્મળ, સુદરભાઈ વરધાની,જયકરભાઈ જીવરાજાની, કેતનભાઈ માંડલીયા, પ્રફુલ બાપુ, રમેશભાઈ રામેશ્ર્વર ધૂન, રાજુભાઇ ભજીયાવાળા, અરવિંદભાઈ, ગૌતમભાઈ, કુબેરપુરીની જગ્યાના મહંત ભૂપતબાપુ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગૌવંશને ખરવાની વેકસિન,દવા સારવાર અને નિદાન સહિતની કામગીરી કરવામાં આવી હતી.