અરવલ્લી : લુણાવાડા તાલુકાના કેદારેશ્વર મહાદેવ મંદિરે પત્રકાર સંગઠનની બેઠક યોજાઇ….

0
673

તાજેતરમાં તા.૦૧/૦૮/૨૦૨૧ ના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પૌરાણિક શિવાલય કેદારેશ્વર મહાદેવના મંદિરે અરવલ્લી – મહીસાગર જિલ્લાના પત્રકાર સંગઠનની બેઠક મળી હતી….

પત્રકાર સંગઠનની બેઠકનું સમગ્ર આયોજન અરવલ્લી જિલ્લાના નવી શિણોલના “કાર્ય સમ્રાટ”, (મહારાષ્ટ્ર) ના પત્રકાર અને “પત્રકાર સુરક્ષા સમિતિ”ના સભ્ય નિલેશભાઇ. દેવકરણભાઇ. પટેલે કર્યુ હતું….

બેઠકમાં ગુજરાત ભરમાં પત્રકારો પર થઈ રહેલા હુમલા તેમજ અભદ્ર વર્તન તેમજ પત્રકારોની સુરક્ષાને લઇ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને દરેક પત્રકારોને એક થઈ સંગઠન મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી હતી…..

બેઠકમાં મહીસાગર જિલ્લામાંથી મહીસાગર જિલ્લા પત્રકાર સંગઠનના પ્રમુખ, પીઢ પત્રકાર અને જાણીતા એડવોકેટ શ્રી મયંકભાઇ.એમ.જોષી (ગુજરાત સમાચાર) ,પત્રકાર રાકેશભાઇ દરજી (નવ ગુજરાત સમય), પત્રકાર જીગરભાઇ પટેલ(દિવ્ય ભાસ્કર), જ્યારે અરવલ્લી જિલ્લામાંથી સાઠંબાના વરિષ્ઠ પત્રકાર પરેશભાઇ પંચાલ (તંત્રીશ્રી “હમારા ભારત”,અમદાવાદ, સાઠંબાના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઇ પ્રજાપતિ (જી.એન.એ. ન્યૂઝ, અરવલ્લી), સાઠંબાના પત્રકાર હેતન જોષી (સમય ગુજરાત ન્યૂઝ,ગાંધીનગર) એ ઉપસ્થિત રહી નવનિયુક્ત યુવા પત્રકારોને માર્ગદર્શન પૂરું પડ્યું હતું….

બેઠકના અંતે કેદારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી ગૌરાંગભાઇએ સર્વ પત્રકાર મિત્રોને આશીર્વચન પાઠવ્યા હતા,તેમજ સૌ પત્રકાર મિત્રોએ મંદિરના પૂજારી શ્રી ગૌરાંગભાઇ તેમજ મંદિરના અન્ય કર્મચારીઓનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો….

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here