સ્તનપાન સપ્તાહ ઉજવણી નિમિત્તે દારમેશ્વર ઘોઘલા આંગણવાડી મુકામે મહિલા શક્તિ કેન્દ્ર તેમજ પોષણ અભિયાન દિવ નાં સયુંકત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

0
57

નવજાત શિશુ બાળકોના સ્તનપાન અંગે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી , દમણ અને દિવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી જતીન ગોયલનાં દિશા નિર્દેશન હેઠળ તેમજ દિવ જિલ્લાના કલેક્ટર સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર , પોષણ અભિયાન અને બાલ વિકાસ પરિયોજના કાર્યાલય દિવ વિભાગ દ્વારા બેટી બચાવો , બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સ્તનપાન સપ્તાહ ઉજવણી નિમિતે દારમેશ્વર ઘોઘલા આંગણવાડી મુકામે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે કાર્યક્રમ અંતર્ગત કાંગરુ મધર કેર , નવજાત શિશુના જન્મ સમયથી લઈ એક કલાક સુધીમાં માતાનું સ્તનપાન ફરજીયાત કરાવવું , તેમજ બાળકને હૂંફ આપવી જોઈએ.માતા અને બાળક બંનેના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે નિયમિત ડોક્ટરના માર્ગદર્શન મુજબ આહાર લેવો જોઈએ.બાળકનાં સર્વાંગી વિકાસ માટે ગર્ભાવસ્થા થી લઈ બાળ જન્મ ,પાંચ વર્ષ સુધી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.સાથો – સાથ મહિલા શક્તિ કેન્દ્ર અને વન સ્ટોપ સેન્ટર ઉપરોક્ત વિષય અન્વયે વિભાગના બ્લોક કો ઓડીનેટર કુ.કૃતિકા ચુડાસમા, મુખ્ય સેવિકા કોકિલાબેન શરદચંદ્ર , ડિસ્ટ્રીકટ કો ઓડીનેટર દેવાંગ પારકરા તેમજ ડિસ્ટ્રીકટ કો ઓડીનેટર દીપા વાજા દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ગાયત્રી આર જાટ (બાલ વિકાસ પરિયોજના અધિકારી)નાં નેજા હેઠળ કરવામાં આવ્યો હતો.તેમજ આ તકે વનસ્ટોપ સેન્ટરના કાઉન્સેલર અશ્વિની બેન સોલંકી હાજર રહ્યા હતા.

અહેવાલ- પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here