ચીન વિરોધી વંટોળ વચ્ચે સેમસંગ નંબર 1 પર આવવા માટે તૈયાર, કંપની ભારતમાં સસ્તા સ્માર્ટફોન અને અન્ય ડિવાઈસ પર ફોકસ કરી રહી છે

0
312
  • આ વર્ષે એપ્રિલથી જૂન મહિનામાં સેમસંગ 26% માર્કેટ શેર સાથે બીજા સ્થાને
  • ગત વર્ષે કંપની 16% માર્કેટ શેર સાથે ત્રીજા સ્થાને હતી

ચીન વિરોધી વંટોળનો ફાયદો અનેક કંપનીઓને મળી રહ્યો છે. તેમાં પણ સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ભારતમાં વધારે જ એક્ટિવ જોવા મળી રહી છે. હવે કંપની ભારતમાં બજેટ સ્માર્ટફોન અને અન્ય ડિવાઈસ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સેમસંગ શાઓમી, વિવો, રિઅલમી સહિતની કંપનીને હરાવવાની તૈયારી કરી રહી છે.

સેમસંગના માર્કેટ શેરમાં વધારો
ટેક રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટ અનુસાર, શિપમેન્ટમાં આ વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં અર્થાત એપ્રિલથી જૂન મહિના સુધીમાં 25% માર્કેટ શેર સાથે સેમસંગ બીજા નંબર પર છે. જ્યારે ચાઈનીઝ ટેક બ્રાન્ડ શાઓમી 29% માર્કેટ શેર સાથે પ્રથમ ક્રમાંકે છે. ગત વર્ષે સેમસંગ બીજા ત્રિમાસિકગાળામાં 16% માર્કેટ શેર સાથે ત્રીજા સ્થાને હતી.

ભારતમાં ટોપ-5 સ્માર્ટફોન બ્રાન્ડના શિપમેન્ટનો માર્કેટ શેર

કંપનીQ2 2019Q2 2020
શાઓમી28%29%
સેમસંગ25%26%
વિવો12%17%
રિઅલમી9%11%
ઓપો8%9%
અન્ય18%8%
કુલ100%100%

સેમસંગ ગ્લોબલ માર્કેટમાં બીજી મોટી કંપની છે. જોકે છેલ્લા 3 વર્ષથી ચાઈનીઝ બ્રાન્ડ્સના દબદબા વચ્ચે તેણે પોતાની પોપ્યુલારિટી ગુમાવી હતી. તેનું સૌથી મોટું કારણ ચાઈનીઝ બ્રાન્ડના સસ્તા સ્માર્ટફોન છે.

અમેરિકા બહાર ભારત બીજું સૌથી મોટું માર્કેટ
કાઉન્ટjપોઈન્ટના રિપોર્ટ અનુસાર, સેમસંગનો ભારતમાં વાર્ષિક રિટેલ સ્માર્ટફોન રેવન્યુ 7.5 બિલિયન ડોલર (આશરે 56 હજાર કરોડ રૂપિયા) છે. જે અમેરિકા બહાર સૌથી મોટું બજાર છે.

કોવિડ-19 મહામારી દરમિયાન સેમસંગ દેશમાં તેના પોર્ટફોલિયોમાં વધારે કરવા માગે છે. ભારતમાં ચાઈનીઝ ફોન મેકર્સને પ્રોડક્શનમાં તકલીફ પડી રહી છે. તેને લીધે સેમસંગ હવે બજેટ સ્માર્ટફોન પર ફોકસ કરી રહી છે. કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ભારતમાં કંપનીના ડિવાઈસની માગ વધી છે. આશા છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે રેવન્યુમાં વધારો થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here