વિજય રૂપાણીનાં જન્મદિવસ નીમીતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તરફથી જામનગર તાલુકાના વિભાપર ગામમાં સર્વેશ્વર મહાદેવ મંદિરે ખાતે “પંચામૃત” શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા યોજાઈ

0
282

તારીખ:-02/08/2021 ના ગુજરાત ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાં જન્મદિવસ નીમીતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તરફથી જામનગર તાલુકા ના વિભાપર ગામમાં સર્વેશ્વર મહાદેવ મંદિરે ખાતે “પંચામૃત” સત્યનારાયણ ભગવાન ની કથા અને મંગલ આરતી રાખવામા આવી તેમજ મુખ્યમંત્રી નો 65 જન્મદિવસ હોઇ 65 વ્યક્તિ ના પ્રધાનમંત્રી જીવન વીમા ઉતારવા માં આવ્યા

જેમા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા તેમજ જામનગર જીલ્લા યુવા ભાજપ પુર્વ પ્રમુખ વિપુલભાઇ પટેલ અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જામનગર જિલ્લા ના સહવાલી ભવદિપભાઇ પંડ્યા અને જામનગર જિલ્લા યુવા ભાજપ મહામંત્રી આશિષભાઇ પરમાર તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના જામનગર જીલ્લા ના યોગ કોચ પ્રીતિબેન શુક્લ તેમજ જામનગર જિલ્લા સંયોજક હિતેષભાઇ પરમાર અને જામનગર જિલ્લા સહસંયોજક & જામનગર તાલુકા સંયોજક ભરત સોનગરા અને સિક્કા નગરપાલિકા સંયોજક હેમાંગભાઇ ત્રિવેદી અને સ્વામી વિવેકાનંદ યુવા મંડળના ભાઇઓ તેમજ બહેનો સાથે જામનગર જીલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા દ્વારા સ્વામી વિવેકાનંદ જીની મુર્તી દર્શન તેમજ ગામજનો સાથે મુલાકાત તેમજ વગેરે જ્ઞાતિઓના આગેવાનો હાજર રહ્યા હતા.