મુંબઈમાં મેઘતાંડવ: ૧૦ કલાકમાં ધોધમાર ૧૦ ઈંચ

0
316
ઈમરજન્સી સેવાઓને બાદ કરતા દરેક સરકારી કાર્યાલયો બંધ: ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું

માયાનગરી મુંબઈમાં મોડીરાતથી ધોધમાર વરસાદના પગલે જળતાંડવનો નજારો જોવા મળ્યો છે. સમુદ્રની લહેરો પણ ૪.૪૫ મીટર જેટલી ઉંચી ઉછળી છે. લોકોને ઘરની બહાર ન નીકળવાનો આદેશ અપાયો છે. શાતાક્રુઝ, પરેલ, મહાલક્ષ્મી, મીરા રોડ અને કોલાબા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે મુંબઈ અને થાણા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ વેસ્ટર્ન એકસપ્રેસ હાઈ-વે (મલાડ) પાસે ભુસ્ખલન થવા પામ્યું છે.

મુંબઈ મહાનગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવા માટે વોટર પમ્પ શાખાને પણ એલર્ટમાં રાખી છે. ૨૯૯ પમ્પ પાણીની કાઢવા માટે કાર્યરત છે. વેસ્ટર્ન રેલવે, સેન્ટ્રલ રેલવેને પણ વરસાદના પગલે ગંભીર અસર થઈ છે. કાંદીવલી નજીક પણ ભુસ્ખલનના કારણે ટ્રાફિકજામ થયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન બેસ્ટ દ્વારા બસના ૫૬ રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના આંકડા મુજબ મુંબઈ શહેરમાં ગઈકાલ સવારથી આજ બપોર સુધીમાં ૧૪૦ એમએમથી વધુ વરસાદ વરસ્યો હતો. ઈસ્ટન અને વેસ્ટન સબ અર્બનમાં પણ ૮૪.૭૭ એમ.એમ. તથા ૭૯.૨૭ એમ.એમ વરસાદ અનુક્રમે વરસ્યો હતો. શહેરમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કિંગ સર્કલના રસ્તા પર અંદાજે ૨ ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું છે. આ સિવાય હિંદમાતા, સાયન, માટુંગામાં પણ પાણી ભરાઈ ગયા છે. બૃહન્મુંબઈ નગર નિગમ પ્રમાણે શહેરમાં છેલ્લાં ૧૦ કલાકમાં ૨૩૦ મિમી કરતા વધારે વરસાદ થયો છે. અરબ સાગર ઉપર ચોમાસું સક્રિય થવાના કારણે સોમવારથી મુંબઈમાં સારો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદ સાથે હાઈટાઈડની ચેતવણી આપી છે. દરિયાની આસપાસ રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તે સાથે જ બીએમસીએ મુંબઈના ઘણાં વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

ભારે વરસાદના કારણે મુંબઈમાં દરેક ૪ લાઈન ઠપ છે. તેનાથી મુંબઈ લોકલની સર્વિસ ઠપ થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં ૮ રૂટ્સ પર બસોનો રસ્તો બદલી દેવામાં આવ્યો છે. બીએમસીએ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સેવાઓને બાદ કરતાં દરેક કાર્યાલયોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદ પછી દાદર અને પ્રભાદેવીમાં પાણી જમા થવાના કારણે વિરાર-અંધેરી-બાન્દ્રામાં ઈમરજન્સી સેવા ચલાવવામાં આવી રહી છે. તે ઉપરાંત હાઈ ટાઈડની ચેતવણી અને ભારે વરસાદની આગાહીના કારણે બાંદ્રા-ચર્ચગેટ વચ્ચે બસ સેવા રોકી દેવામાં આવી છે. આ વિશેની માહિતી પશ્ચિમ રેલવેને આપવામાં આવી છે.

અરબ સાગર ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ભારે વરસાદની ચેતવણી

અરબ સાગર પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે મુંબઈમા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાતથી મુંબઈમા ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે મુંબઈના પારલે પોઈન્ટ, પ્રભાદેવી રેલવે સ્ટેશન સહિતના વિસ્તરામાં ભારે વરસાદ વરસ્યો છે.જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

ટ્રેન-બસ વ્યવહારને અસર

ભારે વરસાદના કારણે મુંબઈમાં તમામ ૪ લાઈનો પર રેલ વ્યવહાર અટકી પડ્યો છે. તેના કારણે મુંબઈ લોકલની સર્વિસ ઠપ્પ થઈ ગઈ છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ૮ રૂટ્સ પર બસોનો રસ્તો બદલવામાં આવ્યો છે અને તેમને ડાઈવર્ટ કરીને બીજા રસ્તે ચલાવવા વ્યવસ્થા કરવામાં આવી છે. બૃહદ મુંબઈ નગર નિગમ (બીએમસી)એ ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સેવાઓને છોડીને તમામ કાર્યાલયો અને સંસ્થાઓને આજે બંધ રાખવા આદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here