આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય ની કચેરી અરવલ્લી સંચાલિત સરકારી આયુર્વેદ દવાખાનું ઉભરાણ દ્વારા ચોઈલા પી.એચ.સી ખાતે તા.૨૯/૭ અને તા. ૩૦/૭ ના રોજ આશા એ.એન. એમ.ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદીય જીવનશૈલી યોગ સામાન્ય બીમારીઓ ના આયુર્વેદિક પદ્ધતિ થી રોગ નિવારણ અને આયુર્વેદિક વનસ્પતિ નો પરિચય જેવા વિષયો પર આશાવર્કર બહેનોને સૌપ્રથમ વખત તાલીમ આપવામાં આવેલ અને જનસમુદાયમાં આયુર્વેદનો પ્રચાર પ્રસાર થાય તે માટે તેઓને તાલીમ આપવામાં આવી આ તાલીમ કાર્યક્રમમાં ડૉ. અમીતાબેન પટેલ,ડૉ. નિકિતાબેન પટેલ, ડૉ. જગદીશભાઈ કટારા, ડૉ. બાલકૃષ્ણભાઈ પ્રજાપતિ તેઓના વિષય અનુસાર પોતાના લેક્ચર આપવામાં આવ્યા જ્યારે યોગ ટીચર જયેન્દ્રભાઈ દ્વારા યોગ ની સંપૂર્ણ માહિતી યોગ કરીને આપવામાં આવી હતી તેમજ તેમને યોગ કરાવી ને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી