શેરડી રસના ચીચોડા બનાવવામાં રાજકોટ અગ્રેસર

0
461

ઉનાળો ધીમા પગલે રાજયભરનાં શહેરમાં પગપેસારો કરી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા લોકો શેરડીનો રસ પીવે છે. રાજકોટમાં પણ ઠેર ઠેર શેરડીના રસના ચીચોડા ખૂલી રહ્યા છે. રાજકોટમાં શેરડીના રસ કાઢવાના ચીચોડાનું જોરશોરથી ઉત્પાદન થઈ રહ્યું છે. કારીગરો ચીચોડાને રંગ રોગાન કરતા નજરે ચડી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં શેરડીના રસને ધરતીનું અમૃત પીણુ તરીકે ઓળખવામાં આવે છે. શેરડીનો રસ ઉનાળામાં શરીરને લાગતી લુ થી બચાવે છે. ઉપરાંત શેરડીનો રસ નાના બાળકોથીલઈ વૃધ્ધો સુધી દરેક વયની વ્યકિતને સ્વાદપ્રીય છે. મશીનરી ઉદ્યોગમાં સૌરાષ્ટ્રમાં રાજકોટનું નોંધપાત્ર નામ છે ત્યારે શેરડીનો રસ કાઢવાના મશીન બનાવવામાં પણ રાજકોટ અગ્રેસર છે.