રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ ના PI એ.આર.ગોહિલ સહિત ની ટિમ પેટ્રોલીંગ હતા તે દરમિયાન પો.હેડ.કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઈ બોહરા ને બાતમી ના આધારે જેતપુર ભીડભંજન મહાદેવ ના મંદિર પાછળ ગાલોરીયા નામની સિમ માં ભરતભાઈ કેશવભાઇ મોવલિયા ની વાડી ના મકાન માં ગોવિંદભાઇ મેરામણભાઇ ચાવડા રહે. બેરાજા વાળા બહાર થી માણસો ભેગા કરી જુગાર નો અખાડો ચલાવતા જુગાર રમી રહેલા સાત ઈસમો ભરતભાઇ કેશવભાઇ મોવલિયા રહે.

ત્રાકૂડીપરા જેતપુર, ગોવિંદભાઇ મેરામણભાઇ ચાવડા રહે, બેરાજા, પરેશભાઈ ભીખુભાઇ કાછડિયા રહે, કોટડીયા વાળી, જેતપુર, રમેશભાઈ ભગવાનજીભાઈ સરધારા રહે, બાપુનિ વાડી, જેતપુર, દિનેશભાઇ બચુભાઈ પોસિયા રહે.બામણગઢ, અરવિંદભાઈ વશરામભાઇ ફળદુ રહે, બલાજીહોલ પાસે રાજકોટ, વિપુલભાઇ કાન્તીલાલ બેચરા રહે. સાધુ વાસવાણી રોડ, વાળાઓ ને જુગાર રમતા રોકડ રકમ 2,29,100 /- છ મોબાઈલ, ત્રણ મોટરસાયકલ મળી કુલ 3,72,100 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા.