વેરાવળની ફિશ ઇન્ડસ્ટ્રીનાં વેપારીઓનાં 100 કરોડથી વધુ રકમનું ચીન પાસે લેણું

0
1011

ગીર સોમનાથ જિલ્લા નું વડું મથક મત્સ્યઉદ્યોગ માટે નું હબ માનવા માં આવે છે.પરંતુ છેલ્લા 3 વર્ષ થી માછીમારો અને ફિશ એક્સપો ર્ટરો ની હાલત કફોડી બની છે.કારણકે કોરોના મહામારી ના કારણે ચીન પાસે 100 કરોડ થી વધુ ની રકમ નું લેણું બાકી હોવાથી એક્સપોર્ટરો ના રોટેશન અટકી પડ્યા છે.અવાર નવાર મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટરસ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા ચીન સ્થિત ભારતીય દૂતાવાસ ને રજૂઆત કરવા છતાં પણ ચીન તરફ થી કોઈ સકારાત્મક જવાબ આપવામાં આવતા નથી તેવામાં જે સીઝન 15 મી ઓગષ્ટ થી ચાલુ કરવામાં આવતી હોય તે પણ ચાલુ વર્ષે સપ્ટેમ્બર થી શરુ થવાની છે.

મત્સ્યઉદ્યોગ નું હબ ગણાતા એવા વેરાવળ શહેર ના ફિશ એક્સપોર્ટરોની 100 કરોડ થી વધુ રકમ ચીન પાસે લેવાની બાકી હોય. વેરાવળ જી.આઇ.ડી.સી માં 105 યુનિટ આવેલાં છે.જેમાંથી લગભગ 70 ટકા જેટલા વેપારીઓ માલ ચીન મોકલે છે.જ્યારે માત્ર 30 ટકા વેપારીઓ અન્ય સ્થળોએ માલ મોકલે છે સામાન્ય રીતે જે એક્સપોર્ટરો પાસે પૈસા ની સગવડતા હોય તેઓ એ લોકલ વેપારીઓ ના પેમેન્ટ કરી આપ્યા છે.જ્યારે અન્ય વેપારીઓ ના પૈસા કંપની પાસે બાકી છે. – કેતનભાઈ સુયાણી [પ્રમુખ સી ફૂડ એક્સપોર્ટે એસોસિએશન (ગુજરાત રિઝન)]

અહેવાલ- પરાગ સંગતાણી, વેરાવળ