યાત્રાધામ વીરપુરમાં માત્ર ઝરમર વરસાદમાં જ વારંવાર વીજળી ગુલ થઈ જતા ગ્રામજનો તેમજ યાત્રાળુઓમાં રોષ ફેલાયો.

0
439

વીરપુરમાં માત્ર ઝરમર વરસાદમાં જ અવારનવાર વીજળી ગુલ…

20 હજારની વસ્તી ધરાવતા વીરપુર ટાઉનમાં માત્ર બે જ વીજ કર્મચારી ! તેમાં પણ લાઈનમેન વધુ પડતા ઘેર હાજર…

ચોમાસા પૂર્વે વીજતંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામધામમાં જાણે પીજીવીસીએલ દ્વારા પ્રી મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ કરી હોય તેમ વિરપુરમાં પીજીવીસીએલ દ્વારા કોઈ પ્રીમોન્સૂન કામગીરી કરવામાં જ નથી આવી તેમ માત્ર ઝરમર ઝરમર વરસાદમાં જ વિરપુરમાં વીજળી ગુલ થઈ જાય છે જ્યારે 20 હજાર જેટલી વસ્તી ધરાવતા યાત્રાધામ વીરપુર શહેરમાં 30 જેટલા ટ્રાન્સફોર્મર આવેલા છે જેમાં પીજીવીસીએલના કર્મચારી સ્ટાફમાં માત્ર એક લાઈનમેન અને માત્ર એક હેલ્પર જેમાં લાઈનમેન મોટાભાગે ઘેર હાજર જોવા મળે છે જ્યારે માત્ર એક હેલ્પરથી જ આખા વીરપુર શહેરમાં ફોલ્ટ રિપેરિંગ કરવા માટે હોવાથી વીરપુરના જેતપુર રોડ પર આવેલા સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાં વીજ વાયરો જાણે વૃક્ષો પર જ લટકતા હોય અને જમીન થી સાવ નજીવી ઉંચાઈએ વિજવાયરો લટકતા જાગતો દાખલો જોવા મળે છે.

પીજીવીસીએલ દ્વારા” ટ્રાન્સફોર્મર પેટી પર ખતરા લખેલ બોર્ડ તો મારવામાં આવે છે પરતું તે ખતરા જાણે ખૂદ પીજીવીસીએલ તંત્ર જ તે નિયમોને અનુસરતા ન હોય તેમ વિરપુરના જેતપુર રોડ પર આવેલા બે ટ્રાન્સફોર્મર જાણે લોકો માટે જોખમ બને તો નવાઈ નહીં,કારણ કે પીજીવીસીએલ દ્વારા દરેક ટ્રાન્સફોર્મરમાં ફ્યુઝ માટે પેટીઓ તો લગાવેલી છે પરંતુ તે પેટીઓ જાણે લોકો માટે ખતરા સમાન હોય તેમ પેટીઓમાં લગાવેલા ફ્યુઝ ખુલ્લા જોવા મળે છે તેમજ ટ્રાન્સફોર્મરની આજુબાજુ વનસ્પતિઓ ઊગી નીકળી છે જેના વેલાઓ ટ્રાન્સફોર્મરના વિજપોલની ફરતે વીંટળાઈ ગયા છે જેમને લઈને માત્ર ઝરમર વરસાદમા જ વીજળી વારંવાર ગુલ થઈ જાય છે જેમને કારણે વીરપુર ગ્રામજનોમાં અને યાત્રાળુઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ હોય ત્યારે આ વેલાઓ વીટળાઈ ગયેલા વિજપોલ રોડ ઉપરથી પસાર થતા લોકો તેમજ વાહનો માટે જોખમી સાબિત થાય તે પહેલાં વીજતંત્ર દ્વારા પૂરતા કર્મચારીઓની નિમણુંક કરી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવે તેમજ ટ્રાન્સફોર્મરની ફરતે ફરીથી ફેન્સીંગ તેમજ ટ્રાન્સફોર્મરની આજુબાજુ ઘાસના વેલાઓ વિજપોલ ઉપર વિટાયેલાં વેલાઓ દૂર કરવામાં આવે તેવી વિરપુરના સરપંચ દ્વારા રાજ્યના ઊર્જામંત્રીને લેખિતમાં રજૂઆત કરી માંગ કરવામાં આવી છે,વીરપુરના સરપંચ દ્વારા વિજતંત્ર દ્વારા તેમની માંગણીઓ સ્વીકાર નહિ કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

અહેવાલ- ગૌરવ ગાજીપરા, વીરપુર