રાજકોટ:મેટોડા GIDC નજીક જST બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં ૪ કોલેજીયન ના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે.મળતી માહિતી મુજબ કારમાં સવાર વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટી સંચાલિત હોમિયોપેથી મેડિકલ કોલેજના હતા. તેમાંથી ૩ મૃતકો નિશાંત દાવડા,આદર્શ ગોસ્વામી અને ફોરમ ધ્રાંગધરિયા આરોગ્ય કેન્દ્ર ની મુલાકાતે ગયા હતા.
બસમાં સવાર મુસાફરો ને પણ ઈજાઓ પહોચી હતી. કારની સ્પીડ વધુ હોવાનું મનાઈ રહ્યું છે.મેટોડા GIDC નજીક બપોરે કાર બેકાબુ થઈને ડિવાઈડર કુદીને રોડની બીજી બાજુએ જતી રહી હતી જ્યાં ST બસ સાથે જોરદાર ટક્કર થઇ હતી.કાર અથવા બસની સ્પીડ એટલી વધુ હતી કે કાર નો ડૂચો વળી ગયો હતો. કારમાં આગળની સીટ પર સવાર ૨ વિદ્યાર્થીઓ ના ટુકડા થઇ ગયા હોવાની પણ વાતો સામે આવી છે.
કારમાં સવાર ત્રણ લોકોના તો ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા.ડૉ. સિમરન ગિલાની ને ગંભીર ઈજાઓ થઇ હતી જેમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું જયારે એક ડોક્ટર કૃપાલી ઘાયલ થયા હતા જે હાલમાં સારવાર હેઠળ છે. ટક્કર એટલી ગંભીર હતી કે આખી કાર એસટી બસમાં ઘુસી ગઈ હતી. જેસીબી ની મદદથી કાર ને દુર કરી ને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.
સારમાં સવાર આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડા,ફોરમ ધ્રાંગધરિયા અને ડોક્ટર સીમરન ગીલાણી નો સમાવેશ થાય છે જેઓ રાજકોટના જ વાતની હતા. તમામ ૨૨-૨૩ વર્ષની ઉંમર ના હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક દ્રષ્ટીએ કાર ની ઝડપ ખુબ જ હોવાનું મનાઈ રહ્યું છે. અકસ્માત બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.