પોરબંદરના બગવદર ગામ ના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ગોંડલ ઘોઘાવદરના બસ સ્ટેન્ડમાંથી ઝડપાયો

0
474

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના બસ સ્ટેન્ડ પાસે પોરબંદર જિલ્લાના બગવદર ગામના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ને તાલુકા પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામે પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ મથકના મારામારી ગુન્હામાં નાસતો ફરતો આરોપી હંસરાજ પરબતભાઈ મકવાણા (ઉંમર વર્ષ 23) હાલ ઓરિસ્સા, મૂળ કનેસરા, તા. જસદણ વાળો ગોંડલ તાલુકાના ઘોઘાવદરના બસ સ્ટેન્ડ પાસે ઉભો હોવાની બાતમીના આધારે પીએસઆઇ પરમાર, પીએસઆઇ ઝાલા સહિતના સ્ટાફે દોડી જઈ જડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોક્ત આરોપી વિરુદ્ધ 506 (2) 292 ગુનો નોંધાયો હતો અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો.