કોડીનાર ખાતે નારી ગૈારવ દિવસની ઉજવણી કરાઇ

0
51

ગીર-સોમનાથ રાજ્ય સરકારના પાંચ વર્ષ પુરા થતા સમગ્ર રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે કોડીનાર કારડીયા રાજપુત હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને નારી ગૈારવ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં પ્રમુખ અને મહાનુભાવો દ્વારા મહિલા અને બાળ વિકાસ અંતર્ગત વિવિધ કામોનું ઇ-લોકાર્પણ અને સ્વસહાય જુથોને મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ- પરાગ સંગતાણી, ઉના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here