અરવલ્લી : ડેમાઇ વાંટડા (કાવઠ) રોડ ઉપર રેલ્વે ગળનાળા નીચે ટેકટર ફસાતાં વાહનચાલકોને ભારે હાલાકી સર્જાઇ

0
124

બાયડ તાલુકાના ડેમાઈ થી વાંટડા રોડ ઉપર રેલ્વે ગળનાળા નીચે માટી ભરેલ ટ્રેક્ટર ફસાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ગઈ કાલે માટી ભરેલું ટ્રેકટર રેલવે ગરનારા નીચે ખાડામાં ફસાઈ જતા અંદાજિત ચાર કલાકની ભારે જહેમત બાદ ખાલી કરીને બહાર કાઢવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ અંદાજે ૧૫ ગામને જોડતો માર્ગ જે ડેમાઈ થી વાંટડા રોડ ઉપર રેલ્વે ગરનારા નીચે ઢીંચણ સમાં પાણી ભરાતાં અને ખાડા પડી જતાં વાહનો ફસાવવાના બનાવ બનતા હોય છે જ્યારે આ રોડ પરથી પસાર થતાં વાહનચાલકો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષોથી અનેકવિધ રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી જેને કારણે દર વર્ષે અહીં આવી પરિસ્થિતિ સર્જાઈ છે વધારે વરસાદ પડતાં ઢીંચણ સમાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પણ બંધ થઈ જાય છે અને શાળાએ જતા બાળકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ડેમાઈ નાપેટાપરા વિસ્તારમાં અને આજુબાજુના ગામડામાં શાળા માં ફરજ બજાવતા શિક્ષકોને જવા આવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ક્યારેક વાહન પસાર થવાના કારણે શાળાએ પણ સમયસર પહોંચી શકતા નથી ચોમાસા દરમિયાન અહીં પાણી ભરવાથી ૧૦૮ અને પશુ માટે વીઝીટની ગાડીઓ પણ ફસાઈ જાય છે જેથી આરોગ્ય સેવાઓ પણ સમયસર મળી શકતી નથી સત્વરે સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેવું ગ્રામજનો અને વાહનચાલકો ઈચ્છી રહ્યા છે.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here