અરવલ્લી : મોડાસાના ભામાશા હોલ ખાતે પાણી પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં “નારી ગૌરવ દિવસ” કાર્યક્રમ યોજાયો

0
58

મોડાસા નગરપાલિકા અંતર્ગત લોન વિતરણ કાર્યક્રમ ૧-૧ લાખના ચેક વિતરણ હેઠળ ૧૦ જુથોને લાભ મળ્યો

રાજ્ય સરકારના પાંચ વર્ષના યશસ્વી કાર્યકાળની ઉજવણીના સંદર્ભે ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા “નારી ગૌરવ દિવસ”ની કાર્યક્રમ નિમિત્તે વડોદરા ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” અંતર્ગત લોન વિતરણ તથા મહિલા બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધ પ્રકારના વિકાસ કામોના ડીજીટલ લોકાર્પણ/ખાતમુહર્તનો રાજ વ્યાપી સમાંરભ યોજાયો હતો. જેમાં આ કાર્યક્રમ રાજયની જુદી –જુદી ૧૦૭ જગ્યાએ આ કાર્યક્રમની કાર્યક્રમ યોજાયો હતો.

જે અંતર્ગત સેવાયજ્ઞના ભાગરૂપે ૪ ઓગસ્ટ બુધવારના રોજ સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષનો કાર્યક્રમ યોજાયો. જેમાં અરવલ્લી જિલ્લાની ૪૦૦૦ મહિલાઓને લાભ આપવાનો કાર્યકમ મોડાસાની ભામશા હોલ ખાતે પાણી પુરવઠા, પશુપાલન,ગ્રામગૃહ નિર્માણના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષ સ્થાને નારી ગૌરવ દિવસનો કાર્યક્રમ યોજાયો. જેમાં જીલ્લાની મહિલાઓને ૧-૧ લાખના ચેક વિતરણ કરાયા.

આ પ્રસંગે રાજ્યમાં ૧૦ હજાર સખીમંડળ હેઠળ રાજ્યની મહિલાઓને ૧૦૦ કરોડ રૂપિયાની વગર ૦ ટકા વ્યાજ સહિતની લોન માટેના ચેકનું વિતરણ કરાયું. જેના ભાગ રૂપે અરવલ્લી જીલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ૪ ઓગસ્ટ બુધવારના રોજ મોડાસા તાલુકાના કુલ ૮૫ JLESG મહિલા જૂથોને કુલ રૂ.૮૫ લાખ, ભીલોડા તાલુકાના ૭૮ JLESG મહિલા જૂથોને રૂ. ૭૮ લાખ, મેઘરજ તાલુકાના ૭૦ JLESG મહિલા જૂથોને રૂ. ૭૦ લાખ, બાયડ તાલુકાના ૭૪ JLESG મહિલા જૂથોને રૂ. ૭૪ લાખ, માલપુર તાલુકાના ૬૦ JLESG મહિલા જૂથોને રૂ. ૬૦ લાખ, ધનસુરા તાલુકાના ૫૦ JLESG મહિલા જૂથોને રૂ.૫૦ લાખ રૂપિયાની લોન મળેલ છે.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતા પાણી પુરવઠા, પશુપાલન,ગ્રામગૃહ નિર્માણના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યુ કે, વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન-સન્માન માત્ર એક દિવસ એટલે કે “’વિશ્વ મહિલા દિવસ’’ પૂરતો ઊજવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન એ સદીઓની નિત્ય પરમ્પરા રહી છે. એટલે જ ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता” અર્થાત જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. પહેલાના સમયમાં નારીને શિક્ષણનો પૂરો અધિકાર હતો. મહિલાઓ ઘણી બધી સિદ્ધિઓ સર કરી ચુકી છે. વડાપ્રધાન દ્વારા મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓનો પ્રારંભ કર્યો છે. આ સરકાર એ સંવેદનશીલ સરકાર છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે,માતા, પત્ની, પુત્રી, પુત્રવધુ જેવી વિવિધ ભૂમિકાઓ દ્વારા સમાજ અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં મહિલાઓ મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડે છે, છેલ્લા પાંચ વર્ષમાં મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ સહિતના લગભગ તમામ ક્ષેત્રોમાં ગુજરાતની વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલની પ્રગતિશીલ સરકારે દૃઢ રાજકીય ઇચ્છાશક્તિથી અને સંવેદનશીલતાપૂર્વક રીતે પરિણામલક્ષી નિર્ણાયકતા દાખવી જન-જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી પ્રગતિશીલતાના પરચમ લહેરાવ્યા છે. કોરોના કાળમાં સરકારે અનાજની મફત સહાય આપી હતી. વાસ્મોના માધ્યમથી “નલ સે જલ” યોજના અંતર્ગત વડાપ્રધાન સપનાને સાકાર કરવા ૨૦૨૪ સુધી ઘરે-ઘરે શુદ્ધ પાણી મળશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા કૃષિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પશુપાલન વિભાગ, આદિજાતી વિભાગ, મત્સ્ય વિભાગ, વાહન વ્યવહાર વિભાગ જેવી અનેક વિભાગો માટે અન્ય યોજનો અમલીકરણ કરવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા મહિલાઓને પગભર થવા માટે અમે પશુ ખરીદવા માટે પણ સહાય યોજનાનું અમલીકરણ કરાવીશું. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટિયા, જીલ્લા અગ્રણી રાજેન્દ્ર પટેલ, જીલ્લા પ્રભારી મંત્રી જયશ્રી બેને પ્રસાંગિક ઉદ્દ્ભોદન કર્યું હતું. આ પ્રસંગે જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના,જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી બી,ડી.ડાવેરા, પ્રાંત અધિકારી મયંક પટેલ, જીલ્લા સંકલિત બાળ વિકાસ ચેરમેન રમીલાબેન, સંકલિત બાળ વિકાસ અધિકારી, જીલ્લા સંખીમંડળની મહિલાઓ, અધિકારીઓ તથા લાભાર્થી મહિલાઓ ઉપસ્થિતિ રહેશે.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here