અમદાવાદમાં છેલ્લા સાત વર્ષમાં સાબરમતિ નદીમાં ઝંપલાવનાર 375 લોકોને રેસ્ક્યૂ ટીમે બચાવી લીધા

0
63

એક મહિના પહેલાં જ સાબરમતિમાં કૂદનાર મહિલાનું રેસ્ક્યૂ કરાયું હતું

  • તમામ બ્રિજ પર લોખંડની જાળી લગાવ્યા બાદ રેસ્ક્યૂ કોલમાં 90 ટકા જેટલો ઘટાડો થયો.

અમદાવાદમાં સાબરમતિ નદીમાં ઝંપલાવીને આપધાત કરવાના બનાવો વધી રહ્યાં છે. બીજી તરફ તમામ બ્રિજ પર લોખંડની જાળી લગાવ્યા બાદ રેસ્ક્યૂ કોલમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. સાબરમતિ નદી પર રીવરફ્રન્ટ તૈયાર થયા બાદ લોકો માટે ફરવા અને મોર્નિંગ વોકિંગ માટેની જગ્યા બની ગઈ છે. પરંતું નદીમાં કોઈ કારણોસર આપઘાત કરવા માટે પડવાના બનાવોના લીધે આ નદી શહેરની સુસાઈડ પોઈન્ટ પણ બની ગઈ છે.

1456 લોકોના મૃતદેહો પણ બહાર કાઢ્યાં
સાબરમતિ નદીમાં છેલ્લા સાત વર્ષમાં આપઘાત કરવા પડેલા 375 લોકોને રેસ્ક્યૂ ટીમે બચાવી લીધા છે. જ્યારે 1456 લોકોના મૃતદેહો પણ બહાર કાઢ્યાં છે. રીવરફ્રન્ટ બન્યા પછી સાબરમતિ નદીમાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. એક સમયે વર્ષ 2018માં નદીમાં પડી જવાના રોજના 40થી વધુ કોલ રેસ્ક્યૂ ટીમને મળતાં હતાં. જેના પગલે AMC દ્વારા નદીના તમામ બ્રિજ પર લોખંડની જાળી લગાવી દેવામાં આવી છે. આ જાળી લગાવ્યા બાજ રોજના 15 જેટલા રેસ્ક્યૂ કોલ મળ્યાં છે. એટલે કે રેસ્ક્યૂ કોલમાં ઘટાડો થયો છે.

ભરત મંગેલા સાબરમતી નદીમાં ડુબતા લોકો માટે દેવદૂત બન્યા

ભરત મંગેલા સાબરમતી નદીમાં ડુબતા લોકો માટે દેવદૂત બન્યા

ફાયર વિભાગના જવાને 7 વર્ષમાં 400 લોકોનો જીવ બચાવ્યો
અમદાવાદ ફાયર બ્રિગેડમાં 21 વર્ષથી ફરજ બજવતા જવાન ભરત મંગેલાએ સાબરમતી નદીમાં ડુબતા લોકો માટે દેવદૂત બન્યા છે. તેમણે છેલ્લા સાત વર્ષમાં 300થી વધુ લોકોને નદીમાં ડૂબતા બચાવ્યા છે. તેમનું કહેવું છે કે 2014 પહેલા જ્યારે રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું હતું ત્યારે નદીમાં પડી ડૂબવાની ઘટનાઓ બહુ બનતી હતી. તે સમયે એટલે કે 2014માં રિવર રેસ્ક્યુ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી હતી. અમદાવાદની સાબરમતી નદીમાં બનતી આત્મહત્યાની કે નદીમાં અકસ્માતે પડી જવાથી ડૂબી જવાની ઘટનાઓમાં રેસ્ક્યુ વર્કમાં પણ ભરત મંગેલાની સરાહનીય કામગીરી રહી છે.

ફાયર જવાને 2018ની ઘટના પણ જણાવી
ફાયર બ્રિગેડના જવાન ભરત મંગેલાએ 2018માં તેઓને યાદ રહેલી ઘટના વિશે જણાવ્યું કે એ સમયે મારી બોટ ખરાબ થઈ હોવાથી હું નદીમાં ટ્રાયલ લઈ રહ્યો હતો. તે સમયે નદીમાં સામે છેડે એક મહિલાએ ઝંપલાવ્યું હોવાનું ધ્યાને આવતા કૂદી પડ્યો અને મહિલાની શોધખોળ હાથ ધરી હતી. સ્થાનિક ઉભેલા લોકોએ બોટના અન્ય કર્મચારીઓને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને આખરે એ મહિલાનો જીવ બચાવી લેવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here