ન્યારા સદગુરૂ આશ્રમના ર્જીણોઘ્ધારમાં ફુલ નહિં તો ફૂલની પાંખડી રૂપે મદદરૂપ બનવા ગુરૂભકતોને અપીલ

0
332
મંદિરની સામે સાધુ-સંતોના ઉતારા માટે રૂમ, રસોઇ વિભાગ, વોશીંગ વિભાગ, બાથરૂમ, ટોયલેટ વગેરેનું સુંદર બાંધકામ હાથ ધરાશે

ન્યારા સદગુરૂ આશ્રમે ચાલી રહેલું મંદિરનું ર્જીણોઘ્ધારનું કામ હાલ પ૦ ટકા પૂર્ણ થયું છે. ત્યારે બાકી રહેલા બાંધકામ માટે ગુરૂભકતોને ફુલ નહિં તો ફૂલની પાંખડી રૂપે મદદરૂપ બનવા સંચાલકો દ્વારા અપીલ કરાઇ છે. પૂ. હરીચરણદાસજી બાપુની આજ્ઞાથી મંદિરની સામે સાધુ-સંતોના ઉતારા માટે રૂમ, રસોઇ વિભાગ, વોશીંગ વિભાગ, બાથરૂમ, ટોઇલેટ વગેરેનું સુંદર બાંધકામ હાથ ધરાશે.

ન્યારા આશ્રમે પ્રથમ શીખર પૂર્ણ થતા આનંદની લાગણી પ્રસરી ગઇ છે. ન્યારા આશ્રમ ખાતે છેલ્લા ચાર માસથી ર્જીણોઘ્ધારનું કામકાજ પૂ. ગુરુદેવ હરીચરણદાસજી બાપુની આજ્ઞાથી તથા પૂ. ગુરુદેવ શાસ્ત્રોકત વિધીથી પ્રારંભ કરેલ છે. તે હાલ અડધે એટલે કે જેમ કામ કરવાનું છે તે અડધે સુધી પૂ. ગુરુદેવની દયાથી પહોંચેલ છે.

સદગુરુના આશ્રમમાં ચાલતા મંદિર જર્ણોઘ્ધાર તથા સામેની સાઇડમાં ચાલતા સાધુ સંતોના ઉતારા માટે ૧૦ રૂમ તથા ફર્નીચર સાથે તથા સ્ટોરરુમ ઉપરના વિભાગ માં તથા નીચેના વિભાગમાં બહેનો માટે ચાર બાથરૂમ, ચાર ટોઇલેટ તથા ભાઇઓ માટે ચાર બાથરૂમ તથા ચાર ટોઇલેટની આખા નવા જ ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તથા વોશીંગ વિભાગ, રસોઇ વિભાગ, હાથ ઘોવા માટેના વિભાગનું કામના આર્કીકેટ મનીષભાઇ રૂપારેલીયાની દેખરેખ હેઠળ ચાલી રહેલ છે. મંદિર વિભાગમાં પણ કચ્છમાંથી ૧ર માણસો કામ માટે આવેલ છે તે સ્પેશ્યલ મંદિર બનાવવાનું કામ કરે છે. આશ્રમનું બજેટ હજુ ઘણું મોટું છે. આવનાર ૧૯૨૫માં જે પ્રોગ્રામ ઘણો જ મોટો છે. તેની તૈયારી રૂપે આ બધી જ તૈયારી ચાલુ કરેલ છે. માટે દરેક ગુરુભાઇઓ તથા બહેનોને આ યજ્ઞમાં તન, મન, ઘન તથા વસ્તુ આપીને આહુતી આપવા તથા આશ્રમના ચાલતા ર્જીણોઘ્ધારમાં મદદરૂપ બનવા અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મહેન્દ્રભાઇ ખીમાણી તરફથી માઇક તથા મંદિર વિભાગમાં તથા તેના બીજા સાધનો માટે રૂા. ૧.૭૫ લાખ, મનોજભાઇ ચતવાણી તરફથી રૂ. ૧.૦૮ લાખ, જયંતિલાલ જેરામભાઇ માનસાતા તરફથી રૂ. ૧.૦૮ લાખ, પરેશભાઇ દાવડા (નિલમ ચા વાળા) તરફથી રૂ. ૨૭ હજાર, ડો. નીતાબેન ઠકકર તરફથી રૂ.૨૧ હજાર, વિજયાબેન ખોડાભાઇ પીપળીયા તરફથી રૂ. ૧૧ હજાર, કાંતિભાઇ જીવણભાઇ રાજાણી તરફથી રૂ.૧૧ હજાર, રમેશ ટ્રેડર્સ ભરતભાઇ, કીરીટભાઇ તથા પરિવાર તરફથી રૂા. ૧૧ હજાર તેમજ નરેન્દ્રભાઇ મનસુખલાલ કોટક તરફથી રૂ નવ હજાર મળેલ છે.

આગામી પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આશ્રમનો સવારનો સમય ૭.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી તથા બપોરનો સમય ૩.૩૦ થી ૮.૩૦ સુધી દર્શનનો લાભ લઇ શકાશે તથા સરકારના આદેશનું પુરેપુરા નિયમનું પાલન કરાશે. દરેક તહેવારમાં આશ્રમમાં દર સાલ ચા-નાસ્તાની વ્યવસ્થા કરાતી પણ આ વખતે કોરોનાની મહામારીમાં કોઇપણ જાતની વ્યવસ્થા થઇ શકશે નહી. વધુ વિગત માટે મો. નં. ૯૮૨૫૪ ૨૪૬૦૪ પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.