વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અને મહિલા અને બાલવિકાસ વિભાગ, અરવલ્લી ના સયુંકત ઉપક્રમે

0
276

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર પ્રેરિત મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી અને મહિલા અને બાળવિકાસ વિકાસ , અરવલ્લી ના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ સ્તનપાન “સપ્તાહ ની ઉજવણી નિમિતે સરડોઇ ગામે સ્તનપાન ના અવેરનેસ અને બાળક માટે ઉત્તમ આહાર માતા નું દૂધ છે, અને તે બાળક નો હક છે કુપોષણ થી બચાવા શું કરવું જોઈએ તેના વિશે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો-ઓડીનેટર પટેલ ચંદનબેન અને સી. ડી. પી. ઓ. જશોદાબેન દ્વારા ત્યાંની સ્થાનિક મિહિલાઓ ને સમજ આપવામાં આવી, આ કાર્યક્રમની આભારવિધિ ક્રિષ્ના બેન મોદી દ્વારા કરવામાં આવી, આવેલ બહેનો ને પોષણક્ષમ સુખડી નું વિતરણ પણ કરવામાં આવ્યું.

અહેવાલ- નિરવ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here