ભારતીય ટપાલ ખાતું અધિક્ષક ડાકઘર ગોંડલ વિભાગ દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુ નું આયોજન

0
622

ગોંડલ સુપ્રી ઓફ પોસ્ટ ઓફીસ, ગોંડલ ડિવીઝન, ગોંડલ દ્વારા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમા એજન્ટ ની નિયુક્તિ માટે “વોક ઇન ઇન્ટરવ્યુ” નું આયોજન કરવામાં આવ્યું છે. નીચે ની શરતો પૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો “વોક ઇન ઇન્ટરવ્યુ” માં હાજર રહી શકે છે. જે સુપ્રી.ઓફ પોસ્ટ ઓફીસ, ગોંડલ ડિવીઝન, ગોંડલ, બીજો માળ, હેડ પોસ્ટ ઓફીસ બિલ્ડીંગ ખાતે તા. ૨૦.૦૮.૨૦૨૧ ને શુક્રવાર ના રોજ સમય ૧૦:૦૦ કલાકે રાખવામાં આવેલ છે. ઉમેદવારો એ પોતાના બાયો ડેટા ની સાથે પાસપોર્ટ સાઈઝ ના ફોટા – ૨, ઉંમર નું પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત ના સર્ટિફિકેટ, આધાર કાર્ડ ની નકલ, પાન કાર્ડ ની નકલ તેમજ અન્ય આવશ્યક સર્ટિફિકેટ અને અનુભવ (જો કોઈ હોય તો) બાબત ના દાખલા ઓરીજનલ તેમજ દરેક ની ખરી નકલ સાથે લાવવાના રહેશે. યોગ્યતા ની શરતો લાયકાત – ધોરણ ૧૦ પાસ બ. ઉમર – ૧૮ થી ૫૦ વર્ષ, પાત્રતા ધરવતા વર્ગો બેરોજગાર / સ્વ રોજગાર યુવાનો / ભૂતપૂર્વ વીમા સલાહકાર / આંગણવાડી કાર્યકરો / મહિલા મંડળ કાર્યકરો / સ્વ સહાય જૂથ ના કાર્યકરો / એકસ સર્વિસમેન / નિવૃત શિક્ષકો / પંચાયત સંચાર સેવા કેન્દ્ર એજન્ટ / નાની બચત એજન્ટ / ઇન્સ્યોરન્સ કંપની ના ભૂતપૂર્વ એજન્ટ અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઈ પણ ઈચ્છુક વ્યક્તિ, મહેનતાણું – સરકારના નિયમો અનુસાર કામકાજ મુજબ, બીજી કોઈ પણ લાઈફ ઇન્શ્યોરન્સ કંપની માં કામ કરતા એજન્ટ ભાઈ બહેનો ને આ એજન્સી મળવાપાત્ર નથી, નોંધ જે લોકો ની પસંદગી એજન્ટ તરીકે થશે તેમણે રૂ. ૫૦૦૦/- ના NSC/KVP સિક્યોરિટી ડીપોઝીટ તરીકે મુકવાના રહેશે તેવું અધિક્ષક ડાકઘર, ગોંડલની યાદીમાં જણાવાયું છે.