રાજકોટમાં વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ, વ્યાજખોરોનાં આંતકને ટાળવા માટે લોકદરબાર યોજાયો

0
389

રાજકોટ પોલીસે વ્યાજખોરીનું દૂષણ ડામવા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે લોકદરબારનું આયોજન કર્યું

લોભામણી સ્કિમ, ઉંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોની મરણમૂડી લઇ ભાગેલા તત્વો સામે પણ લોક દરબારમાં ફરિયાદ કરી કરાઈ: લોકોને નિર્ભય બની ફરિયાદ કરવા પોલીસ કમિશનર દ્વારા કરાઈ હતી અપીલ

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારના પાંચ પુર્ણ થયાની ઉજવણીના સરકાર દ્વારા તા. 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજી સુશાસન દિવસ ની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે 6 ઓગસ્ટના રોજ રોજગાર દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામેની ફરિયાદો, લેન્ડ ગ્રેબિંગ અને થાપણદારોની મૂડી હડપ કરી જનારા તત્વો સામે ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્સ્ટ્રેટ ઓફ ડીપોઝીટ એકટ હેઠળ ફરિયાદ માટે લોક દરબારનું પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયારોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, વ્યાજખોરીને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજના વિષચક્રને સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, જરુરિયાત મંદોને ઉંચા વ્યાજે નાણા ધીરે છે. બાદમાં વ્યાજ અને મુદ્દલની કડક ઉઘરાણી માટે ધાક-ધમકી અને મિલકોડ પડાવી લેતા હોવાથી આખા પરિવારને મુશ્કેલમાં મુકાઇ જવું પડતે છે. આવી ગેરકાયદેસરની પ્રવૃતી સદંતર બંધ કરાવવા રાજકોટ શહેર પોલીસે કમર કસી છે. વ્યાજખોરોના ત્રાસથી પરેશાન હોય હોય એવા નાગરીકો લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી હતી.

રાજકોટ શહેરના નાગીકોની કોઇ પણ ફરીયાદ અરજીનો સ્થળ પર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે કામગીરી કરવામાં આવશે.કમિશનરે વધુમાં જણાવ્યા મુજબ લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એકટ (ગુજરાત જમીન પડાવી લેવુ પ્રતિબંધ અધિનિયમ) નો નવો કાયદો અમલમાં છે. લોકોને રંજાડતા ભુમાફીયાઓ ઉપર અંકુશ રહે અને સમાજમાં શાંતિ અને સલામતી ભર્યુ વાતાવરણ ફેલાય અને લોકોની કિંમતી મીલ્કતો સુરક્ષીત રહે તે માટે લેન્ડગ્રેબીંગ અંગે પણ લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ છે. લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કઇ રીતે કરવી? કઇ જગ્યાએ અરજી કરવી? વિગેરે મુદાઓથી નાગરીકો હાલ અજાણ છે જેથી કોઇની મીલ્કતમાં અસામાજીક તત્વો દ્રારા દબાણ, કબ્જો, ખોટા દસ્તાવેજ બનાવી કિંમતી જમીનો પચાવી પાડેલ હોય તો તે બાબતે ભોગ બનનાર નાગરિક આ લોકદરબારમાં રજુઆત કરી હતી અને પોલીસ દ્વારા આવા ભોગ બનનારને સંપુર્ણ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સામાન્ય નાગરિકોને વ્યાજખોરોનાં આંતક સામે રક્ષણ આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.

બ્યુરો રીપોર્ટ, ન્યુઝ અપડેટ્સ મીડિયા-રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here