ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે!!!

0
326
શિક્ષણ ક્ષેત્રે ‘ધડમૂળ’થી પરિવર્તન લાવીને ‘વિશ્વગૂરૂ’ બનવા આગળ વધી રહેલા ભારતમાં લાભ ખાટવા અમેરિકન યુનિવર્સિટીઓની કેમ્પસ બનાવવાની તૈયારી

પૌરાણિક સંસ્કૃતિ ધરાવતા આપણા દેશ ભારતમાં એક સમયે ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષણ અપાતું હતુ. આવું શિક્ષણ આપવા માટે અનેક ગૂરૂકુળો ધમધમતા હતા આવા ગૂરૂકુળમાં અપાતું શિક્ષણ માત્ર પુસ્તીકુ નહી પરંતુ જીવનના દરેક તબકકે ઉપયોગી પ્રાયોગીક જ્ઞાન હતુ જેથી ભગવાન શ્રીરામ, ભગવાન શ્રી કૃષ્ણ જેવા રાજકુમારો પણ જીવનનું વાસ્તવિક જ્ઞાન મેળવવા, ગુરૂકુળમાં ગયા હતા. ભારતમાં આવા વાસ્તવિક જ્ઞાન આપત ગૂરૂકુળોની પ્રખ્યાતિ વિશ્ર્વભરમાં એટલી બધી ફેલાય હતી કેનાલંદા, તક્ષશિલા, વલ્લભી વગેરે પ્રાચીન ગૂરૂકુળોમાં શિક્ષા મેળવવા વિદેશી વિદ્યાર્થીઓ પર ઉત્સાહભેર આવતા હતા. પરંતુ ગુલામીકાળ દરમ્યાન અંગ્રેજોએ ભારતના આ વાસ્તવિક શિક્ષણની જગ્યાએ હાલનું ગોખણીયું શિક્ષણ દાખલ કરીને શિક્ષણ પધ્ધતિને વેરવિખેર કરી નાખી હતી.

આઝાદીના ૭૩ વર્ષ બાદ કેન્દ્રની મોદી સરકારે આ ગોખણીયા શિક્ષણ પધ્ધતિમાં ધડમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય કરીને નવી શિક્ષણ નીતિ અમલમાં લાવવાનો ઠરાવ કર્યો છે. આ નવી શિક્ષણ નીતિમાં ગુણ નહી ગુણવત્તા યુકત શિક્ષણ પર ભાર મૂકવામાં આવનારો છે. જેથી આવી શિક્ષણ પધ્ધતિ અમલમાં આવે તો ભારત શિક્ષણ ક્ષેત્રે ફરીથી વિશ્ર્વગુરૂ બની શકે તેમ છે. અત્યાર સુધી ભારતના હોશિયાર વિદ્યાર્થીઓ ગુણવત્તાયુકત શિક્ષણ મેળવવા વિદેશી યુનિવર્સિર્ટીઓ તરફ નજર ઠેરવતા હતા જેથી અમેરિકા, ઈગ્લેન્ડ સહિતના દેશોની મોટાભાગની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોવા મળતા હતા અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીનીઓની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમેરિકન સરકારે સમયાંતરે ભારતનાં હોશિયાર વિદ્યાર્થીઓ અમેરિકન વિદ્યાર્થીઓનાં પર ભારે ન પહે તે માટે એચવનબી વિઝાના નિયમો કડક બનાવ્યા હતા. પરંતુ બાદમાં પોતાના આર્થિક લાભ માટે  તેમાં પરિવર્તન લાવવાની જાહેરાત કરી હતી.

નવી શિક્ષણનીતિથી ભારત ફરીથી શિક્ષણ ક્ષેત્રે વિશ્વગુરૂ બને તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જેથી ભારતમાંથી અમેરિકા જતા હોશિયાર વિદ્યાર્થીઓને હવે અહી જ શ્રેષ્ઠ ગુણવતાયુકત શિક્ષણ મેળવવાની સંભાવના વ્યકત થઈ રહી છે. વિશ્વભરમાં શિક્ષણ ક્ષેત્રે સૌથી વધારે ખર્ચ ભારતીયો જ કરે છે. નાનામાં નાના વર્ગના ભારતીય વાલીઓ પોતાના પેટે પાટા બાંધીને પણ પોતાના સંતાનને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવા ભારે ખર્ચ કરતા હોય છે. જેથી અમેરિકન યુનિવર્સિટીઓમાં જતા ભારતીય વિદ્યાર્થીઓનાં અભાવે મોટો અવકાશ ઉભો થયાની સંભાવના વ્યકત થઈ રહી છે. જેથી પોતાના લાભ માટે ગમે તે હદે જઈ શકતી અમેરિકન સરકારે હવે નવો નિર્ણય લઈને અમેરિકન યુનિવર્સિર્ટીઓને તેમના કેમ્પસ ભારતમાં ખોલવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

ગઈકાલે અમેરિકાના સ્ટેટ ડીપાર્ટમેન્ટના સેન્ટ્રલ એશિયન અફેર્સ વિભાગે એક ટવીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. આ ટવીટમાં જણાવાયું છે કે અમેરિકા ભારતની નવી શિક્ષણ નીતિને આવકારે છે અને તેમાં વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવાની અમે ભારતીય યુનિવર્સિટીઓને વિદેશોમાં કેમ્પસ સ્થાપવાની છૂટ અપા, છે. તે આવકારદાયક છે. અમે અમેરિકન અને ભારતીય યુનિવર્સિટીઓને વિશ્ર્વની આપણી સમજને આગળ વધારવા માટે સંશોધન ક્ષેત્રે ભાગીદારી અને સહયોગ થાય તેવી તકોની આશા રાખીએ છીએ અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગત ૨૯મીએ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજુરી આપવામાં આવી હતી જેમાં પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ બંને ક્ષેત્રમાં મોટાપ્રમાણમાં ધડમૂળથી પરિવર્તન લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નીતિમાં શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણને સંસ્થાકીય સહયોગ વિદ્યાર્થી અને ફેકલ્ટીની ગતિશીલતા અને વિશ્ર્વની ટોચની યુનિવર્સિટીઓને ભારતમાં પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here