આજ થી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસની સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોનાની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરવામાં આવશે, આરતી દરમિયાન દર્શનાર્થીઓને પ્રવેશ મળશે નહિ

0
298

દર્શન માટે પાસ લેવો ફરજિયાત તેમજ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો ઉજવાશે નહિ.

આજે તા. ૦૯ સોમવાર થી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોના ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરી ઉજવણી કરવામાં આવશે. યોગાનું યોગ આ વર્ષે શ્રાવણ મહિનામાં 5 સોમવાર અને શરુઆત તેમજ પૂર્ણાહુતિ પણ સોમવાર થી થશે. કોરોના મહામારીને ધ્યાને લઇને દર્શન માટે દર્શનાર્થીઓ ને પાસ લેવો ફરજિયાત છે.ઉપરાંત બહાર ગામ થી આવતા શ્રદ્ધાળુઓએ ટ્રસ્ટની વેબસાઈટ WWW.SOMNATH.ORG ઉપરથી અગાઉથી સમય સાથે નું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહામૃત્યુંજય મંત્ર જાપ, યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગારદર્શન પૂજા, સવાલક્ષ બિલવપુજા, પૂજાવિધિ ઓ વગેરે પણ ઓનલાઇન બુક કરાવી શકાશે.વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનાર ને ઝૂમ એપ ના માધ્યમ થી ઘરબેઠા પૂજાવિધિ નો ઇ – સંકલ્પ કરાવવામાં આવશે.દર્શન, આરતી, સુર આરાધના, સત્સંગ સહિતના કાર્યક્રમો નો લાવો યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ ,વોટસઅપ ના માધ્યમ થી ભક્તો લઈ શકશે.વૃદ્ધો ,અશકત યાત્રિકો, દિવ્યાંગો માટે પાર્કિંગ થી મદિર સુધી પહોંચવા વિશેષ નિશુલ્ક વાહનની પણ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ , પાલિકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સયુંકત ઉપક્રમે રાત્રિ સફાઈ ની વ્યવસ્થા કરવામાં આવશે.સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમો નું આયોજન ટ્રસ્ટ ના ટ્રસ્ટી – સેક્રેટરી પી.કે.લહેરી, ટ્રસ્ટી જે.ડી.પરમાર માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરાયું છે.

ભાલકા તીર્થ, ગીતા મંદિર , ગોલોકધામ તીર્થ ખાતે પવિત્ર શ્રાવણ સુદ એકમ થી અમાસ સુધીના વિશિષ્ટ હિંડોળા દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.હિંડોળા દર્શન માટે ભકતજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઈ શકશે.

સોમનાથ ટ્રસ્ટ ના કરો સોમનાથ મહાદેવ ને સુવર્ણ અભિષેક પ્રોજેક્ટ અંતર્ગત સોમનાથ મંદિર પર 1457 કળશો ને સુવર્ણ મંડિત કરવામાં આવશે. જેમાં ભકતજનો ને સહભાગી થવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

મંદિર નો સમય : સોમવાર તેમજ તહેવારો ના દિવસોમાં સવારે 4 વાગ્યે તેમજ અન્ય દિવસો માં 5:30 વાગ્યે મંદિર ના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. તા. 9 ને પ્રથમ સોમવાર, 15 ને રવિવાર, 16 ને દ્વિતીય સોમવાર, તા. 22 ને રક્ષાબંધન, 23 ને તૃતીય સોમવારે, 29 ને રવિવાર, 30 ને જન્માષ્ટમી, તા. 5 સપ્ટે. એ માસિક શિવરાત્રી તેમજ તા. 6 સપ્ટે. ના રોજ સોમવતી અમાસ ના દિવસોમાં મંદિર સવારે 4 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

ક્યાં દિવસે ક્યો શ્રૃંગાર :

૯.૦૮.૨૦૨૧ – શ્રાવણ સુદ એકમ – બોરસલી શ્રૃંગાર

૧૦.૦૮.૨૦૨૧ – શ્રાવણ સુદ બીજ – પુષ્પ શ્રૃંગાર

૧૧.૦૮.૨૦૨૧ – શ્રાવણ સુદ ત્રીજ – ચંદન શ્રૃંગાર

૧૨.૦૮.૨૦૨૧ – શ્રાવણ સુદ ચતુર્થી – ગણપતિ દર્શન શ્રૃંગાર

૧૩.૮.૨૦૨૧ – શ્રાવણ સુદ પંચમી – ઋષિ દર્શન શ્રૃંગાર

૧૪,૦૮.૨૦૨૧ – શ્રાવણ સુદ છઠ્ઠ – સૂર્ય દર્શન શ્રૃંગાર

૧૫.૦૮.૨૦૨૧ – શ્રાવણસુદ સાતમ – તિરંગા શ્રૃંગાર

૧૬.૦૮.૨૦૨૧ – શ્રાવણ સુદ આઠમ -નોમ – ભસ્મ શ્રૃંગાર

૧૭.૦૮.૨૦૨૧ – શ્રાવણ સુદ દશમ – ગંગા દર્શન શ્રૃંગાર

૧૮.૦૮.૨૦૨ ૧ – શ્રાવણસુદ અગ્યારસ – શ્રીનાથજી દર્શન શ્રૃંગાર

૧૯.૦૮.૨૦૨૧ – શ્રાવણમુદ બારશ- પવિત્રા શ્રૃંગાર

૨૦.૦૮.૨૦૨ ૫ – શ્રાવણ સુદ તેરશ – લીલોતરી શ્રૃંગાર

૨૧.૦૮.૨૦૨૧ – શ્રાવણ સુદ ચતુર્દશી – હનુમાનજી દર્શન શ્રૃંગાર

૨૨,૦૮ , ૨૦૨૧ – શ્રાવણસુદ પુનમ – ચંદ્ર દર્શન શ્રૃંગાર

૨૩.૦૮.૨૦૨૧ – શ્રાવણવદ એકમ – રુદ્રાક્ષ શ્રૃંગાર

૨૪.૦૮ ૨૦૨૧ – શ્રાવણવદ બીજ – બિલ્વ પત્ર શ્રૃંગાર

૨૫,૦૮.૨૦૨૧ – શ્રાવણવદ ત્રીજ – તલ શ્રૃંગાર

૨૬.૦૮.૨૦૨૧ – શ્રાવણવદ ચતુર્થી – સૂકોમેવો શ્રૃંગાર

૨૭.૦૮.૨૦૨૧ – શ્રાવણવદ પાંચમ – નાગદર્ષન શ્રૃંગાર

૨૮.૦૮.૨૦૨૧ – શ્રાવણ વદ છઠ્ઠ – અક્ષત – મોતી શ્રૃંગાર

૨૯.૦૮.૨૦૨૧ – શ્રાવણ વદ સાતમ – અર્ક પુષ્પ શ્રૃંગાર

૩૦.૦૮.૨૦૨૧ – શ્રાવણ વદ આઠમ – કૃષ્ણ દર્શન શ્રૃંગાર

૩૧.૮.૨૦૨૧ – શ્રાવણ વદ નોમ – કેસરી પુષ્પ શ્રૃંગાર

૦૧.૦૯,૨૦૨૧ – શ્રાવણ વદ દશમ – અર્ધ નારેશ્વર શ્રૃંગાર

૦૨.૦૯.૨૦૨૧ – શ્રાવણ વદ અગ્યારસ – પીળા પુષ્પ – વૈષ્ણવ દર્શન

૦૩.૦૯.૨૦૨૧ – શ્રાવણ વદ અગ્યારસ – વસ્ત્ર / ૐ શ્રૃંગાર

૦૪.૦૯.૨૦૨૧ – શ્રાવણ વદ બારશ – કૈલાશ દર્શન શ્રૃંગાર

o૫,૦૯,૨૦૨૧ – શ્રાવણ વદ તેરશ – રથા રોહણ દર્શન શ્રૃંગાર

૦૬.૦૯.૨૦૨૧ -શ્રાવણ વદ ચતુર્દશી – અમાસ – અમરનાથ અન્નકૂટ દર્શન શ્રૃંગાર

અહેવાલ- પરાગ સંગતાણી, સોમનાથ