દસમી સદીનું છે આ પ્રાચીન મંદિર થોડા દિવસો પહેલાં ધન મેળવવાની લાલચે મંદિરના શિવાલય તેમજ નંદીને ખસેડીને નીચે કરવામાં આવ્યું હતું ખોદકામ આજુબાજુના લોકોને ખબર પડતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો થાનગઢ પોલીસ મથકે દસ ઇસમો વિરુદ્ધ થયો ગુનો દાખલ સુરેન્દ્રનગર એલસીબીએ પાંચ લોકોને ઝડપી પાડ્યા પાંચ લોકો ફરાર રમેશ નટુભાઈ પ્રજાપતિ, ગોરધન હકાભાઇ ઝાપડિયા, રાજુ રણછોડભાઈ કોલાદરા, દલસુખ નાગજીભાઈ મકવાણા, મેહુલ ધનજીભાઈ મગવનીયા તમામ ચોટીલા ના રહીશો આ પાંચે આરોપીઓને સુરેન્દ્રનગર એલસીબીએ ઝડપી પાડયા છે

તેમજ અજીત કાળુભાઈ પંચાળા રહેવાસી ઢેઢુકી, જગા ભાઈ રાવળ રહેવાથી બોચરાજી, મહેશ ઉર્ફે ભૂરો દિનેશભાઈ રહેવાસી કુંભારા, વિપુલ ઉર્ફે મોરલી મેર રહેવાસી ચોટીલા, રવિ માવજીભાઈ દેત્રોજા રહેવાસી કુંભારા આ પાંચેય આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે સમગ્ર ધટના એવિ છે કે અજીત કાળુભાઈ પંચાળા ને પચીસ દિવસ પહેલા સપનું આવેલ કે મુનિ ના દેવળ મંદિરની અંદર શિવાલય નીચે પેટાળ મા માયા એટલે કે ધન છે

એવુ સપનુ આવતા એને બોચરાજી ના રહીસ જગાભાઇ રાવળ નો સંપર્ક કરી સપાના ની વાત જણાવી અને ત્યારે જગાભાઇ રાવળ કઇ ઇલેક્ટ્રિક યંત્ર લાવી મંદિર પરીસર મા યંત્ર દ્વારા તપાસ કરેલ અને નંદી વાળી જગ્યાએ ધન છે તેવુ જણાવેલ બાદમા અન્ય સાથીદારોને વાત કરી અને ધન મળે તે સરખે ભાગે વહેંચી લઈશું એવુ કહી એમ દસેય ઈસમોએ મંદિરની અંદર ચાર દિવસ સુધી ખોદકામ કરેલ પણ કંઈ મળ્યું ન હતું બે ઈસમો દ્વારા પહેલા શિવજીની પૂજા કરવામાં આવી જગા ભાઈ રાવળ અને અજીતે પહેલા શિવજીની પૂજા કરી બાદમાં ઇલેક્ટ્રિક યંત્રથી તપાસ કરી અને જગા ભાઈ રાવળે જણાવ્યું કે નંદિની નીચે પેટાળમાં ગુપ્ત ધન છે બાદમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું ધન તો હાથમા ન આવ્યું પણ અત્યારે પાંચ આરોપીઓ જેલના સળિયા ગણતા થઈ ગયેલ છે આ મંદિર દસમી સદીમાં બંધાવવામાં આવેલ હોય તેવું કહેવામાં આવે છે અને પુરાતત્વ ખાતાની નિગરાનીમાં આવેલું છે
અહેવાલ- મુકેશ ખખ્ખર, ચોટીલા