સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે નદીમાં ઉપરવાસનું પાણી આવતાં ઘોડાપૂર આવ્યું છે. અહીં રાજુલા ગામના ધુડિયા અગરિયા ગામમાં પણ પૂર આવ્યું હતું. જેમાં બે ગાય અને એક વાછરડું પાણીના ભારે પ્રવાહમાં ફસાયા હતાં. બે ગાય પાણીનો ભારે પ્રવાહ હોવા છતાં પુલના કાઠે ચઢી ગઈ હતી પણ, વાછરડું કાઠે આવી ન શકતાં તણાયું હતું. આ દૃશ્યો જોઈ ગ્રામજનો બૂમા બૂમ કરી હતી.