ઉનાના જુડવડલીમાં તરસ છીપાવવા સિંહણ ખાબોચિયામાંથી પાણી પીતી જોવા મળી, વીડિયો વાઈરલ

0
395

જુ઼ડવડલીમાં 6 મહિનાથી 12 જેટલા સિંહો વસવાટ કરે છે

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના જુડવડલી ગામે આજે એક સિંહણ તરસ છીપાવવા માટે ખાબોચિયામાંથી પાણી પીતી જોવા મળી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જુડવડલીમાં હાલ 12 જેટલા સિંહો વસવાટ કરે છે. જેને લઈને ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

રાજલ-વેજલના મંદિર પાસે વરસાદી પાણી ભરાયા છે
ગીર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ઉનાના જુડવડલીમાં રાજલ-વેજલ મંદિર પાસે વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા છે. જ્યાં આજે એક સિંહણ પોતાની તરસ છીપાવવા પાણીના ખાબોચિયામાંથી પાણી પીતી જોવા મળી હતી. મહત્વનું છે કે છેલ્લા 6 મહિનાથી 2 સિંહણ અને તેના બચ્ચા સહિત 12 જેટલા સિંહો આ વિસ્તારમાં વસવાટ કરે છે. હાલ તો સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

મચ્છરોના ત્રાસની સિંહો પરેશાન
મહત્વનું છે કે ચોમાસાની ઋતુમાં ગીર આસપાસના વિસ્તારોમાં માખી–મચ્છર અને અન્ય જીવ જંતુઓ ખૂબ હોય છે. જેને કારણે સિંહો મચ્છરથી પરેશાન થઈ ગયા છે. જીવ જંતુઓના ત્રાસના કારણે સિંહો વધારે પડતા રેવન્યૂ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને થોડી થોડીવારે તેઓ જગ્યાઓ બદલતા રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here