ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામમાં ગંભીર બિમારીથી પિડાતા વિવાન નું અમદાવાદ સારવાર દરમિયાન મોત

0
390

એક ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભુલાશે નહીં, એક વ્યકિતત્વ જે કયારેય વિસરાશે નહીં,એક હુંફ જે કયારેય મળશે નહીં, જેમનું નામ સતત હૃદયમાં ગુંજયા ફુલ બનીને મહેક્યાં કરે…દિવંગત વિવાન…..!!

એક નાનકડું બાળક જે ગુજરાતના તમામ લોકો માટે જ નહિ પણ સમગ્ર વિશ્વ માટે આત્મીયતા અને બંધુતા તેમજ માનવીય પ્રેરણા બની ચૂક્યો હતો. જે આજે આપણી વચ્ચે નથી રહ્યો………

આ જગતની આ નાનકડા બાલાકે વિદાય લીધી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના આલીદર ગામમાં ગંભીર બીમારીથી પીડાતા વિવાનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે વિવાનને ગંભીર પ્રકારની બીમારી લાગુ પડતા તેમની સારવાર માટે ૧૬ કરોડના ઇન્જેક્શનની જરૂરિયાત હોવાથી તેમના માટે ગામે ગામ ફાળો કરવામાં આવ્યો હતો તેમ છતાં બાળક નો બચાવ ન થતા આલીદર અને પુરા ગીર સોમનાથ જીલ્લામાં ભારે શોક છવાઈ ગયો હતો. અને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં વિવાનના માતા પિતાને વિવાન હવે હયાત નથી એ ભારે હદયે જાણ કરવામાં આવી તો જાણે આભ ફાટીને વીજળી પડી હોય એવી પરિસ્થિતિમાં કોણ કોને સધિયારો આપે. માતા-પિતા કરુણ આક્રંદ કરી રહ્યા છે.આ બાળક માટે મિશન વિવાન -વિવાન બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તો આજે સમગ્ર ગુજરાતના અને ભારતના લોકોનો આભાર માનીને એક વિનતી પણ કરવામાં આવી હતી કે વિવાન મિશનમાં મદદ કરનારા તમામ મિત્રોને વિનંતી છે કે આજે વિવાન આપણી વચ્ચે રહ્યો નથી માટે આજથી કોઈ મિત્રો ક્રાઉડ ફંડિંગ કે ઓનલાઇન ફંડિંગ બંધ કરી દેજો તમામ મિત્રો કે જેમણે મિશન વિવાનમાં તનતોડ મહેનત કરી અને ગુજરાત અને દેશભરમાના લોકોને અમારા પરિવાર તરફથી વિનંતી રહેશે

૮/૮/૨૦૨૧ની રાત્રે એવા દુઃખ દાયક સમાચાર મળ્યા કે કોઈ કલ્પના પણ ના કરી શકે.જેના માટે દેશ માંથી મહત્વના લોકો, સંગઠનો અને નાના મોટા તમામ લોકો રાત-દિવસ એક કરી.હજુ ઉમ્મીદ ન હતી છોડી.વિવાનને બચાવવા માટે યુવાનો,વડિલો,માતા અને બહેનો ને મહેનત કરતા જોયા…..!! કાળઝાળ ગરમીમા યુવાનો રસ્તા પૈસા માગતા હતા…….!! બધાને એકજ ચિંતા હતી કે વિવાનની સારવાર માટે જોઈતી રકમ ૧૬ કરોડ રકમ ભેગી કરી લઈએ….! લોકોનુ આ સપનુ આજે ચકનાચૂર થઈ ગયું……….!! કારણકે “વિવાન” એક કુમળું બાળક આજે આપણી વચ્ચે થી જતો રહ્યો……!! આજે વિવાનના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા બધા ને દુઃખ થાય સ્વાભાવિક છે….. કારણકે વિવાન સાથે દેશના સમગ્ર લોકો જોડાયેલા છે…..વિવાન દરેક સાથે જોડાયેલો રહેશે…….!! શ્રધ્ધાંજલિ આપવા માટે શબ્દો ખુટે છે. વિવાન ને અશ્રુ આખે વિનમ્ર ભાવે શ્રધ્ધાંજલિ ……II વિવાન મિશનમાં મીડિયા એ પણ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. ચક્રવાત ન્યુઝ પરિવાર ગીર સોમનાથ નાનકડા વિવાનને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે…………….!!