આજે દીપોત્સવ, રામધૂન, ભગવાનની આરતી, રામ મંદિર ભૂમિપૂજન પ્રસંગે અંબાજીમાં રામ રક્ષા સ્તોત્ર અને 51 દીપમાળા યોજાશે

0
291

સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી યોજાનાર મંગલ યજ્ઞ દેવી રાજોપચાર પૂજા, હનુમાન ચાલીસા પાઠ, શ્રી રામ સ્તુતી સહિતના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કરાશે

પાલનપુર અયોધ્યામાં રામ મંદિરનુ બુધવારે ભૂમિપૂજન થવાનું છે. જેને લઇ યાત્રાધામ અંબાજીમાં સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેને ભક્તો ઘરે બેઠા નિહાળી શકે તે હેતુસર ફેસબુક અને યુ-ટ્યુબમાં જીવંત પ્રસારણ કરાશે.

તમામ કાર્યક્રમો દર્શનાર્થીઓ નિહાળી શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક અને યુ-ટ્યુબ પર જીવંત પ્રસારણનું આયોજન કરાયું છે
આજે અયોધ્યા ખાતે રામમંદિરના ભૂમિપૂજન ધ્યાને લઇ યાત્રાધામ અંબાજી ખાતે સવારે 8 થી 12-15 વાગ્યા સુધી યજ્ઞશાળામાં વૈશ્વિક મંગલ યજ્ઞ અને અભિજીત મુહૂર્તમાં દેવીરાજોપચાર પૂજા થશે. જ્યારે મંદિરના નૃત્ય મંડપમાં 11-30 થી 12-00 વાગ્યા સુધી હનુમાન ચાલીસા પાઠ યાજાશે. જે બાદ નૃત્ય મંડપમાં જ સાંજે 6-00 થી 7-00 વાગ્યા સુધી રામરક્ષા સ્ત્રોત યોજાશે. જ્યારે સાંજે 7-00 થી 7-30 વાગ્યા દરમિયાન મંદિરના ચાચર ચોક તથા ગબ્બર ટોચ ખાતે 51 દિપમાળા યોજાવાની છે. જ્યારે રાત્રે 8 વાગ્યે મંદિરના ચાચર ચોકમાં શ્રી રામ સ્તુતી પ્રાર્થનાના કાર્યક્રમ યોજાશે. જો કે આ તમામ કાર્યક્રમો દર્શનાર્થીઓ નિહાળી શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક અને યુ-ટ્યુબ પર જીવંત પ્રસારણનું આયોજન કરાયું છે. પાલનપુરમાં બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા તેમના વિસ્તારમાં રામધુન યોજી કાર્યક્રમની ઉજવણી કરાશે.

બજરંગ દળના બનાસકાંઠા જિલ્લાના સહ સંયોજક રાજુભાઈએ જણાવ્યું હતું કે ‘કોરોનાને કારણે જાહેર કાર્યક્રમની મંજૂરી ન મળતા બજરંગદળના કાર્યકરો દ્વારા તેમના વિસ્તારમાં સાંજે એક કલાક સુધી રામધૂન યોજી કાર્યક્રમની ઉજવણી કરાશે.’ જ્યારે રામજી મંદિરના મહંત રાઘવશરણદાસજી મહારાજે જણાવ્યું હતું કે ‘રામ જન્મ ભૂમિપૂજનના ઐતિહાસિક કાર્યક્રમને લઇ રામજી મંદિરમાં પૂજા તેમજ આરતીનું આયોજન કરાયું છે. જો કે મંદિરમાં મર્યાદિત ભક્તોને જ પ્રવેશ અપાશે.

મહેસાણામાં શ્રી રામનવમી રથયાત્રા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ અભિયાન ચળવળ સ્વરૂપે શરૂ થઇ હતી


મહેસાણા શહેરમાં જેલ રોડ પર આવેલા પંચદેવ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા શ્રી રામ મંદિરે 11 દિવાની આરતી અને મંદિરમાં રોશની કરવામાં આવી હતી.


મહેસાણામાં શ્રી રામસેવા સમિતિના રઘુવીર શેખાવતે અયોધ્યામાં રામજન્મભૂમિના સંસ્મરણો સાથે કહ્યું કે, મહેસાણામાં શ્રી રામનવમી રથયાત્રા વર્ષ 1982માં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અભિયાન ચળવળ સ્વરૂપે શરૂ થઇ હતી.આજે 39 વર્ષે મંદિર નિર્માણનો સંકલ્પ પૂર્ણ થયો છે. તેથી સૌને અપાર આનંદ છે. યોગાનુયોગ મહેસાણાના કાચા માઢમાં પણ શ્રી રામમંદિર નિર્માણનો પ્રારંભ કર્યો છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન પ્રસંગે કાચા કાઢમાં મંદિરે કોરોનાના નિયમોને અનુસરી બુધવારે સવારે 10 થી 12માં હવન પછી આરતી-પ્રસાદ વિતરણનું આયોજન કરાયું છે. તેમજ કોરોનાને લઇ સૌને ઘરે રાત્રે દીવાં પ્રગટાવી ઉજવણી કરવા અપીલ કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here