આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ 14 ઈંચ સુધી વલસાડના ઉમરગામમાં

0
267

ભાણવડમાં 7 ઈંચ, વેરાવળ, ખાંભા, માંગરોળ, બગસરા અને વાપીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગર રાજ્યમાં 8 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 14 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ભાણવડમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ગીર સોમનાથના વેરાવળ, અમરેલીના ખાંભા, જૂનાગઢના માંગરોળ, અમરેલીના બગસરા અને વલસાડના વાપીમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે.

22 તાલુકામાં દોઢથી લઈને 4 ઈંચ વરસાદ નોંધાયો
ગીર સોમનાથના સુત્રાપાડા, અમરેલીના સાવરકુંડલા, પોરબંદરના કુતિયાણા, અમરેલીના જાફરાબાદ અને મોરબીમાં 4-4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના કપરાડા, અમરેલી, અમરેલીના રાજુલા અને ધારીમાં 3-3 ઈંચ નોંધાયો છે. રાજકોટના ઉપલેટા, જૂનાગઢના માણાવદર, માળીયા અને વંથલી તથા અમરેલીના બાબરામાં 2-2 ઈંચ વરસાદ નોધાયો છે, જૂનાગઢ, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, જૂનાગઢના વિસાવદર, ભાવનગરના તળાજા, રાજકોટના જામકંડોરણા, મોરબીના માળિયા મિયાણા અને ગીર સોમનાથના કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.

12 તાલુકામાં 1-1 ઈંચ વરસાદ
ગીર સોમનાથના કોડીનાર અને તાલાલા, અમરેલીના લાઠી, છોટા ઉદેપુરના બોડેલી, છોટા ઉદેપુર, સંખેડા અને જેતપુર પાવી, રાજકોટના ધોરાજી અને જસદણ તથા વડોદરાના ડભોઈમાં 1-1 ઈંચ વરસાદ નોંધોયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોધાયેલા વરસાદના 1 ઈંચથી 14 ઈંચ સુધીના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
વલસાડઉમરગામ363
દેવભૂમિ દ્વારકાભાણવડ178
ગીર સોમનાથવેરાવળ131
અમરેલીખાંભા129
જૂનાગઢમાંગરોળ128
અમરેલીબગસરા119
વલસાડવાપી115
ગીર સોમનાથસુત્રાપાડા105
અમરેલીસાવરકુંડલા97
પોરબંદરકુતિયાણા96
અમરેલીજાફરાબાદ94
મોરબીમોરબી80
વલસાડકપરાડા77
અમરેલીઅમરેલી73
અમરેલીરાજુલા73
અમરેલીધારી63
રાજકોટઉપલેટા59
જૂનાગઢમાણાવદર52
જૂનાગઢવંથલી50
છોટા ઉદેપુરનસવાડી49
અમરેલીબાબરા47
જૂનાગઢમાળીયા44
જૂનાગઢજૂનાગઢ40
જૂનાગઢજૂનાગઢ શહેર40
સાબરકાંઠાખેડબ્રહ્મા37
જૂનાગઢવિસાવદર37
ભાવનગરતળાજા37
રાજકોટજામકંડોરણા36
મોરબીમાળીયામિયાણા36
ગીર સોમનાથકોડીનાર36
ગીર સોમનાથતાલાલા35
અમરેલીલાઠી35
રાજકોટકોટડાસાંગાણી34
છોટા ઉદેપુરબોડેલી34
રાજકોટધોરાજી32
ભાવનગરમહુવા32
જૂનાગઢભેંસણ31
છોટા ઉદેપુરછોટા ઉદેપુર31
છોટા ઉદેપુરસંખેડા31
છોટા ઉદેપુરજેતપુર પાવી27
રાજકોટજસદણ26
વડોદરાડભોઈ26

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here