અરવલ્લી : બાયડના ડાભા પાસે વાત્રક નદીના પટમાંથી યુવાનની લાશ મળી, મોત અંગે રહસ્ય અકબંધ..

0
1025

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લાશો મળવાનો સિલસિલો આજે પણ યથાવત છે તાજેતરમાં વાત્રક નદીના કિનારે ડાભા પાસે એક ૨૨ વર્ષીય યુવકની લાશ મળ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે . વધુ પ્રાપ્ત વિગતો મુજબ વાત્રક નદીના કિનારે ડાભા ગામ પાસે ખુલ્લામાં એક યુવકની લાશ પડ્યાની વાતો વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. એકત્ર થયેલા લોકોમાં અનેક શંકા કુશંકા ઓએ જન્મ લીધો હતો. ઘટનાની જાણ આંબલીયારા પોલીસને કરવામાં આવતાં આંબલીયારા પી.એસ.આઇ ડામોર તેમની પોલીસ કુમક સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પોલીસે મૃતદેહ નો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી હતી મૃતક યુવકની ઓળખ અંગે પોલીસે તલસ્પર્શી તપાસ કરતા મૃતક યુવક બાયડ તાલુકાના ઝાંખરીયા ગામના રહેવાસી અમૃતભાઇ હીરાભાઈ પરમાર ના પુત્ર નીતિનકુમાર અમૃતભાઇ પરમાર ઉંમર વર્ષ ૨૨ હોવાનું જાણવા મળ્યું છે મરનાર યુવાન ગુમ થયાની બે દિવસ પહેલા તેના પિતા અમૃતભાઇ હીરાભાઈ પરમારે બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકની વાત્રક નદીના કિનારે ઓચિંતી લાશ મળી આવતા સમગ્ર બાયડ તાલુકામાં તરેહતરેહની ચર્ચાઓએ જન્મ લીધો છે મરનાર યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે આમાં પ્રેમ પ્રકરણ કે અન્ય કોઈ બાબત કે પછી આત્મહત્યા રહસ્ય ઘુંટાઈ રહ્યું છે વધુ વિગતો હવે તો પોલીસ તપાસના અંતે બહાર આવશે…!!!!

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી