પોઝિટિવ કેસનો આંક 14,665 પર પહોંચ્યો, મૃત્યુઆંક 643 અને કુલ 10,321 રિકવર થયા

0
254

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોના સંક્રમિતમાં 443 દર્દીઓ ગંભીર

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 14,665 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 643 લોકો કોરોનામાં મોતને ભેટી ચૂક્યા છે. હાલ 3701 લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે. જ્યારે ગત રોજ 261 લોકો સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 10,321 લોકો કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચૂક્યા છે.

સુરત સિટીમાં 11,791 અને ગ્રામ્યમાં 2874 કેસ
સુરત સિટીમાં કુલ 11,791 કેસ અને 518 મૃત્યુઆંક થયો છે. ગ્રામ્યમાં 2874 કેસ અને મૃત્યુઆંક 124 થયો છે. સિટી-ગ્રામ્ય મળી કુલ કેસ 14,665 અને મૃત્યુઆંક 643 થયો છે. સિટીમાં ગત રોજ 181 દર્દીને રજા અપાતા કુલ 8291 દર્દી સાજા થયા છે. જ્યારે ગ્રામ્યમાં 80ને રજા અપાતા કુલ 2103 દર્દી સાજા થયા છે. સુરતમાં કુલ 10,394 દર્દી અત્યાર સુધી સાજા થઇ ચૂકયા છે.

કોરોના પોઝિટિવ પૈકી 23 દર્દીઓ વેન્ટિલેટર પર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 643 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 344 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 326 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 14 વેન્ટિલેટર, 35 બાઈપેપ અને 277 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 157 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 117 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 9 વેન્ટિલેટર, 31 બાઈપેપ અને 77 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here