જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ ની કચ્છ ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજાયો

0
154

જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ ની કચ્છ ખાતે બદલી થતા, જૂનાગઢ પોલીસ પરિવાર દ્વારા હાલના સંજોગોને ધ્યાને લઇ, સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો.

આ વિદાય સમારંભ મા પોલીસ અધિકારીઓ દ્વારા વિદાય લેતા એસપી સૌરભ સિંઘ ની સિદ્ધિ ઓ તથા કુશળ લિડરશિપ ની સરાહના કરવામાં આવેલ હતી.

વિદાય લેતા એસપી દ્વારા સમગ્ર જૂનાગઢ પોલીસના ટીમ વર્કની સરાહના કરી, જૂનાગઢ પોલીસ દ્વારા ટીમ વર્કથી કામગીરી કરતા, પ્રજામાં પોલીસની એક અલગ છાપ ઉભી કરવામાં સફળતા મળી હોવાનું જણાવેલ હતું.

આ વિદાય સમારંભમાં જૂનાગઢ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા, જે. બી. ગઢવી, આર. વી. ડામોર, એસ.ઓ.જી. ના ઇન્સ. વાળા, એલ.સી.બી. ના ઇન્સ. ગોહિલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી

અહેવાલ:- હુસેન શાહ ,જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here