શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા ૧૨ મી ઓગસ્ટ ના દિવસે વિક્રમ સારાભાઈ જન્મજયંતિ ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું

0
945

શ્રી બ્રહ્મચારી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા ૧૨ મી ઓગસ્ટ ના દિવસે વિક્રમ સારાભાઈ જન્મજયંતિ ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું

શ્રી બ્રહ્મચારી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા ૧૨ મી ઓગસ્ટ ના દિવસે વિક્રમ સારાભાઈ જન્મજયંતિ ઉજવણી નું આયોજન કરવા મા આવ્યું છે. આ સ્પર્ધા માં ધોરણ ૫ થી ૯ ના વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિકો ના ચરિત્ર ને અનુરૂપ વેશ-પરિધાન ઓનલાઇન સ્પર્ધા યોજવામાં આવશે જેમાં પસંદ કરેલા વૈજ્ઞાનિક ને અનુરૂપ વેશ પરિધાન હોવું તેમજ તેમના વિશે 3 મિનિટ માં પોતાનું વક્તવ્ય રજૂ કરવાનું રહેશે આ કાર્યક્રમ ઓનલાઇન માધ્યમ થી તારીખ ૧૨/૦૮/૨૧ ના રોજ ૪ વાગ્યે શરૂ થશે આ સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરેલ સ્પર્ધકો ને લિંક મોકલવા માં આવશે રજિસ્ટ્રેશન માટે 94294 33449(w)સંપર્ક કરવો અથવા લોક વિજ્ઞાન કેન્દ્ર પર રૂબરૂ આવી શકો છો ભાગ લેનાર વિધાર્થીઓ ને સર્ટિફિકેટ તેમજ પ્રથમ 3 વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા માં આવશે આ સ્પર્ધામાં નું મહત્વ સમજી આપના બાળકો,વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરી સારા ભવિષ્ય તરફ વૈજ્ઞાનિકદ્રષ્ટિકોણ કેળવાઈ તેવા હેતુથી આ સ્પર્ધા નું આયોજન કરવા માં આવેલ છે.તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ જણાવેલ છે.

અહેવાલ- અનિરૂધ્ધસિંહ બાબરીયા, જુનાગઢ