રાજકોટ : સાઇકલ પ્રેમી ઉદ્યોગપતિનું સાઇક્લિંગ દરમિયાન મોત, BRTS ટ્રેક પર કારચાલકે અડફેટે લીધા

0
1431

રાજકોટ : રાજકોટ (Rajkot) શહેરમાં વધી રહેલા સાઇક્લિંગના (Cycling) કલ્ચર સામે નિરાશ કરનારી એક ઘટના ઘટી છે. આજે વહેલી સવારે સાઇકલ (cycle) ચલાવવા નીકળેલા સાયકલ પ્રેમી ઉદ્યોગપતિને (Businessman) બીઆરટીએસના ટ્રેકમાં (BRTS Track) એક બેફામ કાર ચાલકે ટક્કર (Accident) મારતા તેમનું મોત (Death) થયું છે. આમ સાયકલપ્રેમી ઉદ્યોગપતિને સાઇકલીંગ વેળાએ જ મોત ભટકાઈ ગયું. ઘટનાના પગલે અરરેરાટી ફેલાઈ ગઈ હતી જ્યારે નજરે જોનારા લોકોના મતે તો કાર ચાલક 100થી વધુની સ્પીડમાં બીઆરટીએસ ટ્રેકમાં ધસી આવતા અકસ્માત થયો હતો.

તાજેતરમાં જ કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા મિશન સ્માર્ટ સીટી (Smart City) અંતર્ગત ઇન્ડીયા સાયકલ ફોર ચેલેન્જ હેઠળના ટોપ ઇલેવન શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જે યાદીમાં રાજકોટ (Rajkot) શહેરનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતુ. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેરમાં સાઇકલ ક્લબ (cycle Club Rajkot) એક્ટિવ જોવા મળી રહી છે. જે અંતર્ગત હાલમાં રાજકોટ શહેરના રાજમાર્ગો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રોજના 8 થી 10 હજાર સાયકલ સવાર નિયમિત પણે સાયકલ ચલાવે છે. તો બીજી તરફ સાઇકલ ચલાવનાર વ્યક્તિઓને અકસ્માત નડી રહ્યા હોવાની સતત ઘટના સામે આવતી રહે છે.

ત્યારે રાજકોટના રાજ કુલિંગ સિસ્ટમના (Raj Cooling System) માલિક (Owner) તેમજ અગ્રણી ઉદ્યોગપતિ એવા વિજય ભાઈ સોરઠીયાને (Vijay Sorathiya) કાર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ પર વિજય ભાઈ સોરઠીયા દરરોજની જેમ વહેલી સવારે સાઇકલિંગ કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ સ્ટર્લીંગ હોસ્પિટલ નજીક આવેલા બીઆરટીએસ ટ્રેકમાં સાઈકલિંગ કરી રહ્યા હતા.

જે સમય દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી કારે વિજય ભાઈ ને હડફેટે લેતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ ઘટનાસ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી આવ્યો હતો. બીજી તરફ કાર ચાલક કાર રેઢી મૂકીને ત્યાંથી નાસી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું.

સાઇકલ લઈ નીકળેલ વિજયભાઈ ને ૧૮/૧૯ વર્ષ ના યુવાનની ગાડી દ્વારા અકસ્માત થયો. નજરે જોનારા નું કહેવું છે ગાડી ૧૦૦/૧૨૦ ની સ્પીડ પર BRTS ના ટ્રેક મા જઈ રહી હતી. રાજકોટ મા છેલ્લા ૫ વર્ષ મા ખૂબ સારી કહી શકાય તેવું cycling નું એક culture ઉભુ થયું છે. આશરે ૮-૧૦ હજાર સાઇકલ સવાર નિયમિત વહેલી સવારે સાઇકલ ચલાવે છે. આ લોકો પોતાના માટેજ નહિ પરંતુ શહેર માટે એક નવી પહેલ ઊભી કરી રહ્યા છે.

રાજકોટમાં વિજય સોરઠિયા જેવા 8-10 હજાર સાયકલિસ્ટ રોજ સવારે સાયકલ ચલાવે છે તેમની સુરક્ષા સામે ગંભીર સવાલો સર્જાયા

આ અકસ્માત થી આ ચળવળ મા ખોટ ના આવે તેની જવાબદારી સર્વે ની છે. સાઇકલ ચાલકો ની અવગણના મોટા ભાગના વાહન ચાલકો કરે છે. આ અવગણના ચાલુ રહેશે તો અનેક લોકો ના પ્રયત્નો થી શરૂ થયેલ cycling ની ચળવળ પર ખૂબજ અવળી અસર પડશે. વાહન ચાલકોએ સાઇકલ ચાલકોની safetyની જવાબદારી લેવીજ પડશે. “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here