SURAT : બાયોડીઝલના ગોડાઉન પર સ્ટેટ મોનીટરીંગ સેલની સૌથી મોટી રેડ, 11 ટેન્કરો સાથે 1.5 લાખ લીટર બાયોડીઝલ જપ્ત

0
455

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે સુરતમાં બાયોડીઝલની રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ કરી છે.

SURAT : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે સુરતમાં બાયોડીઝલની રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ કરી છે. કારંજ GIDC અને ભાટપોલ ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી 11 ટેન્કરો બાયોડીઝલના કબ્જે કરવામાં આવ્યા છે, જેમાં કુલ 1.5 લાખ લીટર બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે.

સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં બાયોડીઝલનો વેપાર ચાલી રહ્યો છે, જેની સામે રાજ્ય સરકારે લાલ આંખ કરતા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા અને અત્યાર સુધીની સૌથી મોટી રેડ કરી છે.

સુરતમાં અસલમ તૈલી નામનો વ્યક્તિ બાયોડીઝલનો મોટા પાયે વેપાર કરે છે.અસલમ તૈલી સુરત જિલ્લામાં 30 થી વધુ પંપ પર બાયોડીઝલ આપતો હતો. સ્થાનિક પોલીસ અને સુરત જિલ્લા એજન્સીઓની રહેમ નજર હેઠળ લાખો રૂપિયાના બાયોડીઝલનો મોટા પાયે વેપાર ચાલુ હતો. હવે એ જોવું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લા એજન્સી સામે શું કરુઅવાહી કરવામાં આવશે.