રાજકોટના નિરાલી રિસોર્ટમાં પાછળના રૂમમાં આગ લાગતા અફરાતફરી, બહારથી દરવાજો બંધ હોવાથી 8 કર્મચારી ગંભીર રીતે દાઝ્યા

0
157

ગંભીર રીતે દાઝેલા કર્મચારીઓને સિવિલ ખસેડાયા.

  • દાઝેલા તમામ કર્મચારી રાજસ્થાનના ડુંગરપુરના, સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળના રૂમમાં અચાનક આગ લાગતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે આ ઘટનામાં રિસોર્ટના 8 કર્મચારી ગંભીર રીતે દાઝ્યા છે અને તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. આગ લાગવા પાછળનું કારણ પણ અકબંધ છે. આગ લાગી કે કોઇએ લગાડી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂમનો દરવાજો બહારથી બંધ હતો.

દાઝેલા કર્મચારીઓના નામ
1. રાજુભાઇ લબાના
2. લોકેશ લબાના
3.હિતેશ લબાના
4. દેવીલાલ લબાના
5. લક્ષ્મણ લબાના
6. દિપક લબાના
7. શાંતિપ્રસાદ લબાના
8. ચિરાગ લબાના

હાલ તમામ દાઝેલા કર્મચારીઓ સિવિલમાં દાખલ.

હાલ તમામ દાઝેલા કર્મચારીઓ સિવિલમાં દાખલ.

દાઝેલા કર્મચારીઓ રાજસ્થાનના
નિરાલી રિસોર્ટમાં નોકરી કરનાર કર્મચારીઓ રાતના રૂમમાં સૂતા હતા ત્યારે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. તેમ છતાં પણ 8 કર્મચારી દાઝી જતા તમામને સિવિલ હોસ્પિટલના બન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. દાઝેલા તમામ કર્મચારી રાજસ્થાનના ડુંગરપુરના વતની છે. તેઓ ઘણા સમયથી આ રિસોર્ટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

રૂમનો દરવાજો બહારથી બંધ હોવાથી કર્મચારી દાઝ્યા.

રૂમનો દરવાજો બહારથી બંધ હોવાથી કર્મચારી દાઝ્યા.

રૂમમાં રહેલો સામાન બળીને ખાખ
રિસોર્ટમાં કામ કરતા અને રિસોર્ટની પાછળના રૂમમાં રહેતા કર્મચારીઓનો સામાન આગમાં ખાખ થઇ ગયો છે. આગ લાગવા પાછળનું કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. સાથી કર્મચારીઓએ દાઝેલા કર્મચારીઓને મહા મુસીબતે રૂમની બહાર કાઢ્યા હતા. બહાર રૂમનો દરવાજો બંધ હોવાથી ધૂમાડાના ગોટાને કારણે 8 કર્મચારીઓને ગુંગળામણ થતા આગની ઝપેટમાં આવી ગયા હતા. રૂમનો દરવાજો બહારથી કોણે બંધ કર્યો તે તપાસનો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here