પ્રભાસપાટણના જમદગ્નેશ્વર મહાદેવ મંદિરે બાબા અમરનાથ દર્શન

0
216

પ્રભાસ પાટણમાં પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રાચીન સમયના જમદગનેશ્વર મહાદેવ મંદિરે બાબા અમરનાથના દર્શન માટે ભાવિકો સોશીયલ ડિસ્ટન્સ રાખી લાઈનમાં માસ્ક સાથે દર્શન કર્યા હતા. પ્રભાસ પાટણમા પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરની સાથે જ પ્રાચીન સમય થી ઓળખાતું જમદગનેશ્વર મહાદેવ મંદિર અવનવા શણગાર સજે છે. રક્ષાબંધન શ્રાવણી પુનમના દિવસે  દર્શનારર્થીની મેદની ઉમટી હતી જેમાં મંદિરના પુજારી તેમજ ધીરૂભાઈ તેમજ પ્રેમ ગઢીયા સહિતના મિત્રો દ્વારા ફરાળી ચેવડો આઈસ્ક્રીમ સહીતના પ્રસાદનું પણ દર્શનારર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here