રાજુલામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ

0
292
માર્ગોમાં ગાબડા પડતા વાહનોની લાંબી કતાર કાચુ સોનું વરસતા ધરતીપુત્રોમાં આનંદ

રાજુલામાં સાડાત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ઠેર ઠેર પાણી ફરી વળ્યા માત્ર રાજુલા વ નહી સમગ્ર તાલુકામાં કાચુ સોનુ વરસતા જગતાત ખુશ થયા છે. અહી ભેરાઇ ગામે જવાના માર્ગે આ વરસાદના કારણે મોટા ગાલડા માર્ગમાં પડી જતા વાહનોની કતાર લાગી હતી. છેલ્લા આઠ દિવસથી નાળુ તુટેલુ હોય તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવેલ નથી. આજે મોટા ગાબડા પડી જતા પાણી ભરાયા હતા જોખમ લઇ વાહનો પસાર થતા હતા જો તંત્ર દ્વારા કોઇ કામ નહી થાય તો મોટા અકસ્માતની ઘટના નકારી શકાય નહી રાજુલામાં પણ શિક્ષક સોસાયટી ઘારનાથ મંદિરે જવાના માર્ગે પાલિકાએ ચાર માસથી રોડ ખોદીના ખેલ છે. આ માર્ગે વાહનો ચાલી શકતા નથી હવે કપરી સમસ્યા ચાલીને જવુ મુશ્કેલ બન્યુ છે. તો પાલિકા દ્વારા આ રસ્તાનુ કામ જલ્દી કરવામાં આવે તેવી લોક માંગ છે. શિક્ષણ સોસાયટી માંથી આ માર્ગ સીધો જ જાફરાબાદ રોડને મળતો હોય જરૂરી છે. આ માર્ગનું કામ તાત્કાલીક કરવામાં આવે નંબર એક ડેમ ઓવર ફલો એક ફૂટ પાણી ઉપરથી જઇ રહ્યુ છે. જેથી ખેડૂતોની પીવાના પાણી-પીયતના પાણીની સમસ્યા ઉકેલાઇ ગઇ છે.