અયોધ્યામાં મોદી, રામલલ્લાને કર્યા સાષ્ટાંગ પ્રણામ- હનુમાન ગઢીમાં આરતી ઉતારી; ચાંદીની શિલા લઈને ભૂમિપૂજન સ્થળ પહોંચ્યાં નૃત્યગોપાલ દાસ

0
290
  • રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા સીલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરમાં 3 કલાક રોકાશે
  • વડાપ્રધાન મોદીએ હનુમાન ગઢીમાં આરતી ઉતારી હતી

અયોધ્યા આજે રામ નામનો દિવસ છે. વડાપ્રધાન મોદી અયોધ્યા પહોંચી ગયા છે. તેઓ પહેલાં હનુમાન ગઢી ગયા હતા અને ત્યાં તેમણે મંદિરમાં આરતી ઉતારી હતી. હનુમાન ગઢી જનારા અને રામલલ્લાના દર્શન કરનારા નરેન્દ્ર મોદી દેશના પહેલાં વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન મોદીએ રામલલ્લા સામે સાષ્ટાંગ પ્રમાણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનો છોડ લગાવ્યો હતો. ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી બપોરે 12.30 વાગે તેઓ રામ મંદિરનો શિલાન્યાસ કરશે.

બપોરે 12.30 વાગે વડાપ્રધાન મોદી તેનું ખાદ્ય મુહૂર્ત કરશે. નોંધનીય છે કે, મોદીની ભાજપ પાર્ટીએ 10માંથી8 લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો અને સૌથી સારી વાત એ છે કે તેનું સૌથી પહેલું આમંત્રણ ઈકબાલ અંસારીને મોકલવામાં આવ્યું છે, જેઓ બાબરી મસ્જિદના પક્ષકાર રહ્યા હતા.

આઝાદી પછી મોદી એક માત્ર એવા વડાપ્રધાન છે, જેઓ આ પદ પર રહીને રામલલ્લાના દરબારમાં હાજર રહેશે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન તરીકે અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ રામલલ્લાના દર્શન કરી શક્યા નહતા.

મોદી 29 વર્ષ પછી અયોધ્યામાં
આ પહેલાં મોદી 1991માં અયોધ્યા ગયા હતા. ત્યારે ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ તિરંગા યાત્રા કાઢી હતી અને યાત્રામાં મોદી તેમની સાથે હતા. મોદીએ 2019માં લોકસભા ચૂંટણી વખતે ફૈઝાબાદ-આંબેડકર નગરમાં એક રેલી સંબોધિત કરી હતી, પરંતુ અયોધ્યા નહતા ગયા.

પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ શિલાન્યાસ સ્થળ પર હાજર રહેશે. તેમણે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. તેમનું કહેવું છે કે, તેમને રામ જન્મભૂમિ ન્યાસના સીનિયર અધિકારીઓએ આ નિર્દેશ આપ્યો હતો.

  • મોદી સૌથી પહેલાં હનુમાનગઢી જશે. તેના કારણે આખા મંદિરને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. મંદિરની આજુબાજુ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
  • અયોધ્યા પહોંચેલા બાબા રામદેવે કહ્યું કે, આજે ઐતિહાસીક દિવસ છે. આજનો દિવસ લાંબા સમય સુધી યાદ રહેશે. મને મંદિર નિર્માણ વિશે સંપૂર્ણ વિશ્વાસ છે. દેશમાં રામરાજ્યની સ્થાપના થશે.
  • હનુમાન ગઢીના મુખ્ય પુજારી પ્રેમદાસજી મહારાજે કહ્યું કે, આજે ગર્વની ક્ષણ છે. અમે વડાપ્રધાન મોદીનું પાઘડી અને રામનામનો ખેસ પહેરાવીને સ્વાગત કરીશું. તેમને ચાંદીનો સિક્કો ભેટ કરવામાં આવશે.
ભારતીય સમુદાયે વોશિંગ્ટનમાં આવેલા કેપિટોલ હોલની સામે રામ મંદિર શિલાન્યાસની રેલી કાઢી

સ્ટેજ પર માત્ર 5 લોકો હશે
શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિપૂજન માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેના પર માત્ર પાંચ લોકો હશે. આ પાંચ લોકોમાં વડાપ્રધાન મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ હાજર રહેશે.
તે સિવાય બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારી, સમાજસેવી અને પદ્મશ્રી મોહમ્મદ શરીફ, કોઠારી બંધુની બહેન પૂર્ણિમા કોઠારી ભૂમિપૂજનમાં સામેલ થશે.

175 મહેમાનોમાં 135 સંત, દરેકને શ્રીરામ દરબારનો ચાંદીનો સિક્કો અપાશે
કોરોનાના કારણે ભૂમિપૂજન સમારોહમાં માત્ર 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં દેશના કુલ 36 આધ્યાત્મિક પરંપરાઓના 135 સંત સામેલ છે. બાકી કારસેવકોના પરિવારજનો અને અન્ય લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભૂમિપૂજનમાં સામેલ દરેક મહેમાનને શ્રીરામ દરબારનો ચાંદીનો સિક્કો આપવામાં આવશે. સિક્કો મંદિર ટ્રસ્ટ આપવાની છે.

3 કલાક મોદી અયોધ્યામાં રહેશે
09.35 વાગે: વડાપ્રધાન દિલ્હીથી રવાના થશે
10.35 વાગે: મોદી લખનઉ પહોંચશે
11.30 વાગે: વડાપ્રધાન મોદી હેલિકોપ્ટરથી અયોધ્યા પહોંચશે
11.40 વાગે: મોદી અને યોગી હનુમાન ગઢી જશે, ત્યારપછી રામ જન્મભૂમિ પરિસરમાં જશે
12.00 વાગે: મોદી રામજન્મભૂમિ પરિસરમાં પહોંચશે
12.15 વાગે: વડાપ્રધાન પારિજાતનો છોડ લગાવશે
12.30 વાગે: પૂજા કાર્યક્રમ શરૂ થશે, આ દરમિયાન શિલા પૂજા, ભૂમિ પૂજા અને કૂર્મ શિલા પૂજા કરાશે
12.44થી 12.45 વાગે: 32 સેકન્ડના અભિજીત મુહૂર્તમાં પૂજા કરાશે. માન્યતા છે કે, આ જ મુહૂર્તમાં ભગવાન રામનો જન્મ થયો હતો. મોદી આ દરમિયાન 40 કિલો ચાંદીની ઈંટ પાયા સ્વરૂપે મુકશે.

2.20 વાગે: મોદી અયોધ્યાથી લખનઉ આવવા રવાના થશે.

હનુમાનગઢી દરબાર, સૌથી પહેલાં PM મોદી અહીં પૂજા કરશે

અયોધ્યાને થાઈલેન્ડથી આવેલા ઓર્કિડ અને બેંગલુરુથી આવેલા અપરાજિતા ફુલોથી સજાવ્યું
અયોધ્યાને 400 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે. થાઈલેન્ડથી ઓર્કિડ અને બેંગલુરુથી અપરાજિતાના ફૂલ મંગાવવામાં આવ્યા છે. જ્યારે નારંગી અને લાલ રંગના ડબલ ટોન્ડ ગલગોટાના ફૂલ કોલકાતાથી આવ્યા છે. ભૂમિપૂજન સ્થળ અને આસપાસના મંદિરોને પણ આ ફૂલથી સજાવવામાં આવ્યા છે. આ સિવાય સાકેત પીજી કોલેજથી નવા ઘાટ સુધી 50થી વધારે સ્થળો પર રંગોળી બનાવવામાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાકેત મહાવિદ્યાલયથી રામ જન્મભૂમિ સુધીનો રસ્તો ફૂલોથી સજાવવામાં આવ્યો છે

બે કરોડ કરતાં વધારે લાડુંના પેકેટ વહેંચવામાં આવશે
ભૂમિપૂજન પછી પ્રસાદ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના 1.11 લાખના લાડું બનાવવામાં આવ્યા છે. આ સિવાય પટનાના મહાવીર ટ્રસ્ટે એક કરોડ રામલાડુંના પેકેટ બનાવ્યા છે. આ સિવાય સાંસદ લલ્લુ સિંહે સાડા ત્રણ લાખ લાડુંના પેકેટ બનાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here